________________
૪૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
એમની સત્તા વ્યાપક હોય ત્યાં પ્રાણીઓને ભવચક્રથી કંટાળો કઈ રીતે આવે? અણગમે ક્યાંથી પેદા થાય ?
પ્રકર્ષ–મામા ! ભવચક્રના લેકે આ રીતે મદેન્મત્ત ગાંડા ઘેલા જેવા જ રહેવાના હોય અને શાણાની શીખામણને પણ અવળે અર્થ કરવાના હેય તે એવા પ્રાણીઓની ચિંતા કરવાથી આપણને શું લાભ? મિથ્યાદર્શન મંત્રી ક્યાં ?
મામા ! આપે ભવચક્રનગરની અંદર આવેલા મહામહાદિ રાજાઓ અને એમની શક્તિઓનું વર્ણન મને જણાવ્યું, છતાં આપે મહામોહન મંત્રી તરીકે મિથ્યાદર્શનને જણાવેલ પરંતુ એનું નામનિશાન અને શક્તિને પરિચય હાલ સુધી જાણવા પણ મળેલ નથી.
વિમર્શ–ભદ્ર! તેં ઠીક યાદ કર્યું. ભવચકમાં વસનારા દરેક ઉપર એનું સામ્રાજ્ય હોય છે. ઘેડા લોકે એનાથી બચી જાય છે, એમાં પણ કેઈકવાર હડફેટે આવી શકે છે.
છતાં પણ મિથ્યાદર્શનની ખાસ સત્તા કયાં ચાલે છે, એ સ્થળે હું તને દેખાડીશ. તું બરોબર ધ્યાન આપજે. છ અવાંતર નગર અને ત્યાંના નાગરિકે :
પ્રિય પદ્માક્ષ ! માનવાવાસ નગરના છ અવાંતર નગર દેખાય છે ને ? તે તું બરાબર ખ્યાલમાં લઈ લે. એ છે અવાંતર નગર ઉપર મિથ્યાદર્શનનું શાસન જોરશોરથી ચાલે છે. ત્યાંના રહેનારાઓ ઉપર મિથ્યાદર્શનની સત્તા સારી રીતે ચાલે છે.