________________
૨૩૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
ખલતાને આધીન બનેલા પ્રાણીઓ પારકાને કપટપટુતાથી છેતરતા હોય છે અને પાપને પરવશ બની એ લોકે કો પાપાચાર જીવનમાં નથી કરતાં એ કાંઈ કહી શકાય તેમજ નથી. જગતના બધા પાપ ખલતાવાળે આત્મા આચરી શકે છે.
પ કુરૂપતા :
ભદ્ર! પાંચમી રાક્ષસીનું નામ કુરૂપતા છે. તે “નામ” મહારાજાના આજ્ઞાનું અનુપાલન કરનારી છે.
હીનાંગતા, દીર્ધાગતા, કુજાગતા, કાણાંગતા વિગેરે પરિવારથી પરિવરેલી છે. આ પરિવાર દ્વારા પ્રાણીઓના શરીરમાં વિકૃતિઓ ઉભી કરે છે. કેકને તદ્દન વામનજી બનાવી દે તે કેઈકને તાડ જે લંબતડંગ બનાવી દે. કેઈકના હાથ, પગ, છાતી, પીઠ, ઢંગધડા વગરનું કરે તે કેટલાકના આંખ, કાન, નાક, દાંત, હઠ ખોડખાપણવાળા બનાવે અને એ રીતે લોકેને હીનાંગ કે અપાંગ બનાવે.
સુરૂપતા, ગૌરાંગતા, આકર્ષકતા, સુકુમારતા વિગેરે શારીરિક ગુણેને દૂર કરી નાખે છે. અનીતિ વ્યાપાર અને લક્ષમીને વેરવિખેર કરે તેમ કુરૂપતા પણ શરીરની સૌષ્ઠવતા, ગૌરતા વિગેરેને વેરવિખેર કરે છે.
કુરૂપતાની સત્તામાં આવી પડેલા પ્રાણીઓ રૂપવાન વ્યક્તિઓ માટે હાસ્યનું સ્થાન બની જાય છે અને જેનારાને ઉદ્વેગ, ધૃણા અને તિરસ્કાર ઉત્પન્ન કરે છે.
તે લેકર દાંત, હારનું કરે છે