________________
અવાંતર નગરે
૩૯
૬. દરિદ્રતા :
સૌમ્ય દરિદ્રતા છઠી રાક્ષસીનું નામ છે. એ “પાપદય” અને “અંતરાય” રાજાઓની આજ્ઞાને માનનારી છે. બુભુક્ષિતા, બહુપુત્રતા, દીનતા, દુર્ભાગતા એના પરિવારના માણસો છે.
આ પરિવારના જોરે દરિદ્રતા પ્રાણીઓને નિર્ધન બનાવી મૂકે છે. ભુખ ખૂબ વધારી નાખે પણ ખાવાનું ન આપે. પુત્રોની વણઝાર ઉભી કરી દે પણ પાલનપષણના ફાંફ રાખે.
જ્યાં ત્યાં દીનતા કરાવે પણ મલે નહિ દોકડો. મજુરી કરાવે સખ્ત પણ હાથ ન લાગે કાંઈ રૂપિયા રોકડે. માનવ થઈ તિર્યંચ જેવું જીવન જીવવા ફરજ પાડે.
ગૌરવ, સમાન, એશ્વર્ય, જનપ્રિયત્વ, લાભ, મન પ્રસન્નતા, આત્મસંતોષ, વિગેરે પ્રભાવિક ગુણે દરિદ્રતાની નજર લાગતા કરમાઈને નિસ્તેજ બની જાય છે. દૂર દૂર ચાલ્યા જાય છે.
દરિદ્રતાના તળે ચંપાએલા પ્રાણીઓ પાપી પેટના ખાતર હલકટમાં હલકટ કામ કરતા હોય છે અને રાત દિવસ ભરણ-પોષણની ચિંતાના કારણે આરામથી બે ઘડી સુખભરી નિંદ્રા લઈ શકતા નથી. ચિંતાની આગમાં સદા શેકાતા રહે છે. ૭. દુર્ભાગતા:
પ્રકર્ષ ! છેલ્લી રાક્ષસીનું નામ દુર્ભાગતા છે. એ “નામ” મહારાજાની આજ્ઞાને અમલમાં મૂકનારી છે. ત્રપા, અભિભાવતા, દીનતા વિગેરે એની સહીયરીઓ છે.