________________
ઉપમિતિ કથા સદ્ધાર
પરિવારથી યુક્ત દુભગતા પ્રાણીઓને મહાકષ્ટો આપે છે. એ એકદમ અપ્રિય-વહાલે ન લાગે તે બનાવી મૂકે છે. લોકો જોઈને તિરસ્કાર અને દ્વેષ પ્રદર્શિત કરવા લાગે છે. માનભેર અને નેહ નજરે નિહાળવા કેઈ રાજી થતું નથી.
આકાશમાં ઘનઘોર ઘટાએ મેઘ જામે હોય છતાં પ્રશંજનવાયુ એ મેઘઘટાને વિખેરી નાખે છે તેમ દુર્ભાગતા અભિમાન, મહત્તા, સૌભાગ્ય, પ્રમેહ, વર્ચસ્વ, સત્તા, ઓજસ વિગેરે ગુણસમુહને વેરવિખેર કરી નાખે છે.
દુગતાની નજર હેઠળ આવેલે પ્રાણ પિતાના સ્વજનથી પણ નિંદનીય બની જાય છે. પુત્ર પત્ની પણ એને ચાહતા નથી. ધૂત્કાર અને અપશબ્દો સંભળાવે. આવા દરિદ્રનારાયણ મનુષ્યો પિતાની આજીવિકા મહાકણ પૂર્વક અને જેમતેમ પૂરી કરતા હોય છે. અન્નને અને દાંતને વેર જેવું હોય છે. મિષ્ટજન અને મિષ્ટવાણી એ બને વસ્તુઓ એમને સ્વપ્નમાં પણ પ્રાપ્ત થતી નથી.
વત્સ આ સાતે રાક્ષસીએનું મેં તારી આગળ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. આ રાક્ષસીએ ભવચક્રપુરમાં જ રહે છે અને પ્રાણીઓને યાતનાઓ આપવી એ એમનું કાર્ય છે. પીડા આપવામાં પાવરધી છે. એ રાક્ષસીઓના સંકજામાં આવેલ. પ્રાણી છટકી શકતું નથી. પ્રતિકારની અશક્યતા :
પ્રકર્ષ–મામા! આ કૂર રાક્ષસી ભવચકનગરના લેકને બેસુમાર ત્રાસ આપે છે, તે શું એને કિનારા રાજા વિગેરે