________________
૨૩૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
પ્રાણી વારવાર કરૂણ રાડા નાખે છે. દીર્ઘ નીસાસા લે છે, જેમ તેમ આળાટે છે. દયાજનક સ્વરે રૂદન કરે છે. દીનતા અને હીનતાભર્યાં સ્વરે ખેલે છે. મહાસમર્થ પણ તદ્દન પરવશ અની જાય છે. રાજાની રંક જેવી સ્થિતિ મની જાય છે.
૩. સ્મૃતિ :
66
""
ભદ્ર ! ત્રીજી રાક્ષસીનું નામ “મૃતિ” છે. મરણ એનું બીજુ નામ છે. આયુષ્ય રાજાની સત્તા નષ્ટ થાય ત્યારે આ આવીને પ્રાણી ઉપર સત્તા અજમાવે છે.
આ કૃતિને પરિવારમાં કેાઈ છે નહિ છતાં બધા કરતાં એની શક્તિ વિશિષ્ટ છે. સાતે રાક્ષસીએમાં એનું સ્થાન જબરૂં છે.
સ્મૃતિ પ્રાણીઓના શરીરને લાકડા જેવું બનાવી નાખે છે. પછી શ્વાસેાશ્વાસ લઈ શકતા નથી, હાલી-ચાલી શકતા નથી, દીર્ઘ નિદ્રામાં સદા માટે પેઢી ગએલા ખની જાય છે. અને શરીરમાંથી મન અને મગજ બગાડી નાખે એવી દુર્ગધ નિકળવા લાગે છે. શરીર વિકૃત અને ભયાવહ થઇ જાય છે.
હીમપાતથી સરેશવરના સાહામણા કમળા ખળી અની નષ્ટ થઈ જાય છે, તેમ મૃતિના આવવાથી પ્રાણીના શ્વાસ, ઉશ્વાસ, જ્ઞાન, જીવન, પ્રભાવ, સત્તા, હુંકાર સદાને માટે ચાલ્યા જાય છે.
સ્મૃતિની આજ્ઞાને અનાદર કરી શકે એવી કાઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં વિદ્યમાન નથી. શૂર હાય કે કાયર હાય, શ્રીમન્ત હોય કે નિન હોય, ભૂખ હાય યા પંડિત હાય,