________________
૨૩૪
ઉપમિતિ કથા સારદ્વાર વાળ લટકતા, ભૂખરા અને વિખરાએલા. લાંબી તાડ વૃક્ષ જેવી. જેનારને ભય પમાડતી આ કેણુ છે? સ્વભાવ પણ આકાર જે ક્રૂર હશેને? વિમર્શ–ભાઈ ! જરા ધીરે થા. સાંભળ.
૧ જરા. ૨ જા. ૩ મૃતિ. ૪ ખલતા. ૫ કુરૂપતા. ૬ દરિદ્રતા. ૭ દુર્ભગતા. એના નામે છે. એ બધી રાક્ષસીએ જેવી મહાભયંકર છે. ૧ જરા :
આ સાતમાં પ્રથમ રાક્ષસી જરા છે. એ કર્મ પરિણામ મહારાજાના પત્ની કાલપરિણતિની આજ્ઞાનું સદા પાલન કરે છે. પ્રૌઢત્વ, વૃદ્ધત્વ એના પરિવારના માણસે છે.
જરા પિતાનું વર્ચસ્વ પ્રાણુઓ ઉપર ફેલાવે છે ત્યારે શરીરની ચામડીમાં કરચલીઓ પડવા મંડે છે. વાળ શ્યામ માંથી સફેદ રૂ જેવા બનતા જાય છે અને માથું વાળ રહિત બની ટાલીયું દેખાતું થાય છે.
ધમધમતું યૌવન, હરિફાઈ કરતું બળ, ચમકતે વણ, દીપતી કાંતિ, મજબુત દંતપંક્તિ, ધબકત પુરૂષાર્થ, આંખની
તિ, મુખની મધુરી વાણીને વિલાસ, આ બધા ગુણ નષ્ટ-ભ્રષ્ટ બની જાય છે.
જ્યારે જરા રાક્ષસી માનવીને આલિંગન કરે છે ત્યારે એ બિચારે આંખેથી દેખતે બંધ થઈ જાય છે, મુખ લેગ્સ અને લાળથી વ્યાપક બની જાય છે. પિતાના પુત્ર, મિત્ર અને પત્નીને પણ અળખામણું બની જાય છે. કેઈ સામે