________________
ર૩ર
ઉપમિતિ કથા સદ્ધાર
ઉછાળે એટલે કાગડાએ એની છાતીને પોતાની અણીદાર ચાંચથી કેચી કેચી માંસ ખાવા લાગે.
રાજ્ય વિધી ભાષા બોલનારના મુખમાં તપ્ત તામ્ર કે શીશુ પાવામાં આવે એમ અહીંયા પણ સાણસાથી મુખને હઠ પહોળા કરી ધગધગતું તાંબુ, શીશુ અને લેહ પાવામાં આવે છે. જે ! પેલે એની વેદનાથી ભયંકર ચીસો પાડી રહ્યો છે.
કેટલાક ને ચોખાની જેમ અગ્નિ નીચે સળગાવી ઉપર કડાયામાં બાફવામાં આવે છે. ચણાની જેમ ભૂંજવામાં આવે છે. લાકડાની જેમ ચીરી નાખવામાં આવે છે અને તલની માફક મોટા ઘાણાંમાં નાખી પીલી નાખવામાં આવે છે.
ભાઈ! વિશ્વનું એવું કોઈ દુખ નહિ હોય કે જે આ લોકેને સહન ના કરવું પડે. ક્રૂરતાની મૂર્તિ સમા પાપી પરમાધામીએ રાત-દિન ભારે દુ:ખ આપીને પોતે એમાં આનંદ માનતા હોય છે, એ ખુશી થઈ તાળી પાડતા હોય છે.
પાપિષ્ટપિંજરમાં સાત મહેલ્લા છે. એમાંના ત્રણ મહોલ્લામાં આ પરમાધામીઓ દ્વારા દુઃખે અપાય છે પણ એ પછીના ત્રણમાં પરસ્પર એ પ્રાણીઓ જ દુખે ઉભા કરે અને દુઃખી થાય છે. તેમ ક્ષેત્રની વેદનાઓ પણ પારવગરની હોય છે. સાતમાં મહેલ્લામાં વસનારાઓ ક્ષેત્રના વજ જેવા કાંટાઓની વેદના અને ક્ષેત્રની અસહ્ય વેદના ભેગવે છે.
પાપિકનિવાસના પ્રાણીઓને સુધા એવી અસહ્ય લાગે છે કેજગતના તમામ ધાન્ય આપી દેવામાં આવે તે પણ સુધા