________________
૨૩૦
ઉપમિતિ કથા સદ્ધાર
અવાન્તર રાજાઓને અહીં વધુ પ્રમાણમાં પ્રભાવ હોય છે. અવસર મળે પિતાની શક્તિ પરખાવી આપે છે.
જે! આ વિબુધાલયમાં ઈર્ષા, શેક, મદ, ક્રોધ, લોભ, ભય, કામ વિગેરેનું પણ વર્ચસ્વ છે. આ અત્યંતર માન દેવેને પણ આકુળ-વ્યાકુલ કરી મૂકે છે.
પ્રકર્ષ–મામા ! જે અહીંયા ઈર્ષા, શેક વિગેરેનું જોર ચાલતું હોય તે આ લેકને સુખી કેમ કહેવાય? અને આપે તે અહીં સુખનું જ વર્ણન કર્યું ?
વિમર્શ–વત્સ! વિબુધાલયમાં વાસ્તવિક રીતે સુખ નથી, તેમ કઈ પણ પદાર્થ સુંદર નથી. પરંતુ વિષયમાં સુખ જેનારા અને મેહાધીન આત્માઓને વિબુધાલયમાં સુખ દેખાતું હોય છે એટલે મેં સુખભરપુર છે, એવું વર્ણન કર્યું.
મહામહ વિગેરેનું સામ્રાજ્ય ચાલતું હોય અને લેકે સુખી હેય એ કયાંથી સંભવે ? જ્યાં મહાદિ હોય ત્યાં સુખનું નામનિશાન ન હોય અને સુખ હોય ત્યાં મહાદિ ન હોય. મેહના રાજ્યમાં સુખની કલ્પના એ આકાશ-કુસુમ છે. પશુસંસ્થાન:
ભદ્ર! સહેજ નજર ફેરવી જે, પેલું “પશુસંસ્થાન” નગર દેખાય છે. એ ત્રીજા નગરમાં રહેતા પ્રાણીઓ સદા મહામહાદિ દ્વારા દુઃખને પામતા હોય છે.
પશુસંસ્થાનના પ્રાણીઓને કઈ દુઃખમાં શરણુ આપનાર વ્યક્તિ નથી. આ લોકે ભૂખથી પીડાય છે. તૃષા શમન કરવા