________________
૨૨૮
ઉપમિતિ કથાસારોદ્ધાર ભાવના હોય છતાં અજ્ઞાનથી વિપરીત વર્તન કરતા હોય છે. મહાદિ અધર્મમાં ધર્મ મનાવે છે.
કેઈક ઠેકાણે હર્ષ પિતાનું સામ્રાજ્ય વિસ્તારે છે, તે કેઈક ઠેકાણે શેકથી મહાદુઃખનું સામ્રાજ્ય છાઈ જાય છે. કેઈ સ્થાને લક્ષમીની રેલમછેલ જોવા મળતી હોય છે તે કેટલાકને દાંત અને અન્નને વેર જેવું જણાતું હોય છે. - ઘણાં સ્થળે ઈર્ષાથી કલહ કંકાસ અને ઝગડા થતાં નજરે પડે છે, તે ઘણાં સ્થળે પ્રેમનું વાતાવરણ અને સુખદ પરિસ્થિતિ દેખાય છે.
ગરીબી અને અમીરી, સુડેલ અને બેડેલ, સબળ અને નિર્બલ, સ્વતંત્રતા અને પતિવ્રતા, ઉન્નતિ અને અવનતિ, હર્ષ અને વિષાદ, આનંદ અને શેક, સુખ અને દુઃખ, આ જાતનું વિપરિતપણું અથવા વિષમતા આ માનવાવાસમાં વધુ પ્રમાણમાં છે. આવું સદાકાળ રહેવાનું પણ છે. વિબુધાલય :
ભાઈ ! સહેજ ઉપર તરફ જે તે ? એનું નામ વિબુધાલય= દેવલોક છે.
એની શેરીઓ મહાવિશાળ અને માર્ગો પણ વિશાળ છે. જ્યાં જુવે ત્યાં પ્રકાશ પ્રકાશ હોય અને એ નગર નયન અને હદયને ગમી જાય તેવું છે.
ત્યાંના મહેલો ઉંચા પૃથુલ અને દીર્ઘ છતાં અનેક રત્ન, સુવર્ણ, મણિ મુક્તાથી મંડિત છે. સંપત્તિને વાસ અહીં જ હોય એવું જોનારાને લાગે છે.