________________
અવાંતર નગરે
૨૩
સમયસર પાછું મેળવી શકતા નથી. વધ અને બંધન સહન કરે છે. શીત, ઉપણું અને વર્ષાના કષ્ટો અનિચ્છિાએ પણ સહન કરે છે.
આ કાર્ય કરવા જેવું છે અને આ કરવા જેવું નથી એવું જ્ઞાન પણ આ લોકોને હેતું નથી. માત્ર આતધ્યાનાદિ અપધ્યાનથી દીન, હીન અને નિંદ્ય રીતે પિતાનું આયુષ્ય-જીવન પૂરું કરતાં હોય છે. એમના જીવનમાં ભૌતિક સુખે પણ જણાતાં નથી. કલેશ અને કષ્ટ ઉઠાવી જીવન પૂરું કરવાનું રહે છે. પાપપિંજર:
બેટા ! નજરને નીચેની ભૂમિ તરફ જવાદે જોઈએ એ ચોથું મહાનગર છે અને “પાપપિંજર” નામ છે. તે નગર વેદનીય રાજાને અસાતને લખી આપેલું છે.
મહામહ પ્રસન્ન બની દાનમાં અધિકારો અને ભેગવટે અસાતને લખી આપ્યા એટલે આ લોકોના દુઃખને કદી અન્ત આવતે. સદા દુઃખ દુઃખ અને દુઃખ. સુખની ક્ષણ પણ પ્રારબ્ધમાં લખી હોતી નથી.
પાપિષ્ટપિંજરના લોકોને વધુ ત્રાસ આપવા અસાતે પરમ અધાર્મિક અસુરોને ગઠવેલા છે. આ અસુરે પરમાધામી ગણાય છે. આ પરમાધામીએ હાથમાં મુદુગર, ભાલા, તલવાર વિગેરે શાસ્ત્રો દ્વારા અહીંના પ્રાણીઓને સંત્રાસ આપે છે.
કેટલીવાર ભાલાની અણીએ છાતીમાં આરપાર ભેંકી દઈ માંસના લેવા બહાર કાઢી નાખે અને આકાશમાં ઉંચા