________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
એટલે ધન ખાતર ચેરી કરવા લાગ્યો. ઘણીવાર ચેરી કરતાં પકડા અને શિક્ષા કરી પણ રાજમાન્ય શ્રેષ્ઠીને પુત્ર છે એમ વિચારી રાજા એને જ કરતા હતા. નહિતર મૃત્યુદંડ કરી દેત.
આજ રાત્રે ઘૂત રમવા બેઠે. એમાં પિતાના પહેરવાના બે વચ્ચે પણ હારી બેઠે, છતાં પિતાનું મસ્તક એણે દુત રમતાં હેડમાં મૂકી દીધું. ઘુતમાં એ પિતાનું મસ્તક પણ હારી ગયો. એટલે આ બીજા જુગારીઓ કપાતક પાસે માથાની માગણી કરી રહ્યા છે. આ રીતે કપતક પિતાના પાપે વિડંબને ભેગવી રહ્યો છે.
વિમર્શ ભાણેજને કપાતકની કથા કહી રહ્યા છે, ત્યાં ધૂતારા જુગારીઓએ એનું મસ્તક તેડી નાખ્યું. માથું ઉડાડી દેવાનું દશ્ય જોઈ પ્રકર્ષ એક ચીસ પાડી ગયે.
અરેરે! મામા ! આ શું? ઘૂત રમનારા આત્માની આવી દુઃખ દર્દભરી દશા થાય છે?
વિમર્શ–ભાઈ ! એમાં શું ? ધૃતના રમનારા અને એમાં આસક્ત બનનારાઓની આ લોકમાં આવી દશા થાય છે અને પરલેકમાં તે વધુ ભયંકર દશા થાય છે.
માનવી જ્યાં સુધી ઘુતના વ્યસનમાં સપડાતું નથી ત્યાં સુધી જ એની સત્યભાષિતા ટકે, ગૌરવ જળવાય, સજ્જનપણું રહે, ધનની સ્થિરતા હોય અને જીવનની મધુરતા જણાય. પણ ઘતના સપાટે ચડ્યો એટલે ધીરે ધીરે સર્વવિનાશના પંથે નાશ પામે.