________________
હર્ષ અને વાસવ
૨૨
નારા, જેમ તેમ વિવેક વિનાનું બેલનારાઓની આ દશા વધુ પડતી ન ગણાય.
વાણીને લાવા રસ જેવી સંતપ્ત બનાવી દેનારાઓ અને પ્રાણુઓના અંતર ઉપર વાણુના કેરડા વિઝનારાઓ આ લોકમાં કષ્ટ પામે છે, એટલું જ નહિ પણ પરભવમાં મહાત્રાસદાયક જીવન જીવતાં હોય છે. કલેશની હારમાળા એમના લલાટે લખાઈ જાય છે.
દુર્મુખને અસિધારા વાણી બોલવાનું ફળ તે તેં જોયું ને ? પણ એ પામર પરલોકમાં દુર્ગતિએ જશે. માટે વિચારીને હિત અને મીત બોલતા શીખવું. હર્ષ અને વાસવ:
મામા ભાણેજને કઠોર અને કટુ ન બોલવા વિષે સમજણ આપતા હતાં, ત્યાં ભાણેજે રાજમાર્ગ ઉપરથી પસાર થતા શ્વેત અને ગૌરવર્ણ એક પુરૂષને જોયો અને મામાને પૂછ્યું, કે મામાં આ ગૌરાંગ પુરૂષ કેણ છે?
વિમર્શ ભાઈ ! આ ગૌરાંગ માનવીનું નામ “હર્ષ” છે અને તે રાગકેશરી મહારાજાને સૈનિક છે.
માનવાવાસ નગરમાં “વાસવ” વણિક વસે છે. એ વાસવને બાલ્યકાળમાં ધનદત્ત નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. કાળાંતરે બંને જુદા પડ્યા. ઘણા વખતે આજે એમનું મિલન થશે એથી વાસવને ઘણે આનંદ થશે.
એ ધનદત્ત અહીં પ્રવેશ કરશે ત્યારે હર્ષ પણ પ્રવેશ કરશે અને પછી શું શું ખેલ ખેલાય છે તે તું જેજે.