________________
દુમુખ અને વિકથા
૨૯
ભાણ ! આ લલન નરકમાં જઈ ઘર યાતનાઓ સહન કરશે અને એ શિકારનું ફલ ગણાશે. - જે પામર આત્માએ પારકાએ મારેલા પ્રાણુઓના માંસને ખાય છે, તે બિચારાઓ આ ભવમાં દુઃખી થાય છે અને પરલોકમાં નરક વિગેરેના મહાદુઃખ પામતા હોય છે.
પરન્તુ જે નિર્દય પાપાત્માઓ જીવતા નિર્દોષ પ્રાણીઓને પિતાના હાથે જ હણી એના માંસને ખાતા હોય છે એને માટે પૂછવું જ શું? એ પામર પાપાત્મા અનેકગણું વધારે યાતના ભેગવતા હોય છે. દુર્મુખ અને વિસ્થા :
પ્રકર્ષ પિતાની દષ્ટિ બીજી દિશા તરફ ફેરવે છે ત્યાં ઉશ્કેરાટ ભર્યું દશ્ય એના જેવામાં આવ્યું.
એક માનવીની કૂર પુરૂષે જીભ બહાર ખેંચી રહ્યા છે અને મમાં તપાવેલું અગ્નિ જેવું લાલ તાંબુ રેડી રહ્યા છે.
અરે મામા ! આ કેવું ઉશકેરાટ ભર્યું દશ્ય છે? આ નિર્દય અને ફૂર પુરૂષ શામાટે પેલાની દુર્દશા કરે છે ?
વિમર્શ–વસ માનવાવાસમાં ચણકપુર નામનું એક નગર છે. ત્યાંને આ રહેવાસી છે અને સુમુખ નામને એ સાર્થપતિ છે. નાનપણથી જ એની જીભમાં કટુતા ભરેલી હતી. મધુર અને મીત બેલતાં જ શીખ્યું ન હતું. કર્કશ અને મર્મભેદી શબ્દ જ બોલતે. એની જીભ કૃપાણ કરતા કાતીલ ગણાતી એટલે લેકોએ દુર્મુખ નામે બેલાવવાનું ચાલુ કરી દીધું.