________________
૨૧૮
ઉપમિતિ કથા સારે દ્વાર
છે નહિ એમ બધા શાણા મંત્રીઓ દ્વારા વિચારપૂર્વક નિર્ણય કરી એને પદભ્રષ્ટ કરવામાં આવ્યું અને એના નીતિશીલ પુત્રને રાજ્યાભિરૂઢ કર્યો.
લલન રાજ્યભ્રષ્ટ થઈ ગયે, નગરમાંથી એને કાઢી મૂકવામાં આવ્યું. બેહાલ સ્થિતિ થઈ છતાં શિકારની લત એની ના છૂટી. જંગલમાં નિર્દય રીતે નિર્દોષ જીવોના શિકાર કરી માંસ ખાઈ પિતાનું જીવન વીતાવે છે. દયા જેવા ગુણો એમાં અંશમાત્ર નથી. લલનનું મૃત્યુ :
મામા ભાણેજને લલનની દુષ્ટજીવન કથા સંભળાવી રહ્યાં છે અને એજ વખતે લલન શિયાળના શિકાર માટે જોરથી દેડી રહ્યો હતે. ઘેડો પૂરપાટ જતે હતા. ભયનું માર્યું શિયાળ દેડીને ક્યાંક લપાઈ ગયું અને લલન ઘેડાની સાથે જ કેઈ વિશાળ ખાડામાં પટકાયે.
લલન ઉંધે માથે ખાડામાં પડ્યો, એની ખાપરી તૂટી ગઈ, વળી વધારામાં ઘડાને સખત વાગેલું, એ પણ ખાડામાં કૂદાકૂદ કરવા લાગ્યો અને એના પાદ પ્રહારો લલનને સખ્ત વાગતા હતા. એ ચીસાચીસ પાડતા હતા પણ અહીંયા સાંભળ નાર અને વહારે ધાનાર કેઈ ન હતું. શરીરના ભૂકકેભૂક્કા થઈ ગયા. ત્યાં જ આર્ત અને રૌદ્ર વિચારણામાં મૃત્યુને પાયે.
પ્રકર્ષ–મામા ! દુરાત્મા લલનને શિકાર કરવાના વ્યસનનું ફળ તરત જ મળી ગયું ? બિચારે કેવા બેહાલે મર્યો?
વિમર્શ–અરે ! આ શિકારનું ફળ નથી, ફુલ છે. ભેળા