________________
રરર
ઉપમિતિ કથાસાદ્ધિાર
પ્રકર્ષ વાસવ તરફ જીવે છે અને એ વખતે ધનદત્ત પણ આવી ચડે છે. હર્ષ પણ સાથે આવી પહોંચ્યો. વાસવ અને ધનદત્ત મલ્યા. હર્ષ વાસવના શરીરમાં પેસી ગયે. એટલું જ નહિ પણ સઘળા કુટુંબીઓના શરીરમાં પ્રવેશ્યો.
મિત્ર મિલનના હર્ષમાં ધનદત્તનું સુંદર સ્વાગત કર્યું. કુટુંબીજને પાસે સત્કાર કરાશે. અક્ષતે વધાવ્યો. પ્રીતિભેજન યોજવામાં આવ્યું. આનંદ આનંદ વ્યાપી ગયે.
પ્રકર્ષ–મામા ! આ નાટક હર્ષ કરાવી રહ્યો જણાય છે? વિમર્શ–વત્સ! તેં બરાબર પરીક્ષા કરી. વિષાદ:
વાસવના દરવાજે કઈ એક શ્યામવર્ણો માનવી પ્રક દીઠે અને મામાને એને પરિચય આપવા વિનંતિ કરી.
વિમર્શ–ભાણું ! એ શેકને જીગરજાન મિત્ર છે. ભયં. કરતાને ભંડાર અને કૂર તેમજ દારૂણુ છે. સામે જે, એક મુસાફર આવી રહેલે દેખાય છે. એ વાસવના ઘરમાં જશે એજ વખતે આ શ્યામાંગ “વિષાદ” પણ ઘૂસી જશે.
વિવેક પર્વત ઉપર મામા ભાણેજને વાત કરતા હતા, ત્યાં મુસાફર વાસવના ઘરમાં ગયે અને એના કાનમાં કાંઈક કહ્યું. એજ સમયે વિષાદ વાસવના શરીરમાં લીન બની ગયે.
વાસવ શેઠને મુસાફરની વાત સાંભળતાં જ મૂચ્છ આવી ગઈ અને દબ દઈ જમીન ઉપર પછડાઈ ગયા. તરત કુટુંબીજને ત્યાં દેડી આવ્યા. શેઠને પવન નાખવા લાગ્યા અને બીજા શીત ઉપચાર કરવા લાગ્યા.