________________
હર્ષ અને વાસવ
૨૨૩
ઉપચારોથી મૂર્છા ઉતરી એટલે વાસ મેટેથી વિલાપ ચાલુ કર્યો.
એ મારા દિકરા ! તને આ શું થઈ ગયું? અરે મારા સુકુમાર પુત્ર! તું કેમ આફતમાં આવી પડ્યો? વિનયી વત્સ! આવી અવસ્થા ક્યાંથી આવી પડી? મારા દુર્ભાગ્યથી તું આપત્તિમાં આવી ગયે.
એ દિકરા! મેં તને એ વખતે ના કહી હતી, છતાં અવળા ભાગ્યથી તું ચાલ્યો ગયો. એ મારા પ્રાણ ! આ સમયે હું શું કરું? કયાં જાઉ? તારા વગર મારું શું થશે ? હું અભાગી કેમ જીવતે રહ્યો ? હે દેવ ! તારે મને પહેલા તેડાવી લેવું હતું. મારું જીવન હવે રગદંબાઈ ગયું.
વાસવ શેઠને વિલાપ કરતાં જોઈ બધાં સ્વજને વિલાપ કરવા લાગ્યા અને વાતાવરણ વિષાદમય બનાવી દીધું. હાહાકાર અને ગમગીન વાતાવરણ બની ગયું. જ્યાં જુવે ત્યાં વિષાદ, શેક અને રૂદન દેખાતાં હતા.
ક્ષણવાર પહેલાં જ્યાં હર્ષથી સૌ મેજમજા કરતાં હતાં, ત્યાં વાસવનું ઘર સ્મશાન જેવું ભયંકર, દુઃખદાયી અને રૂદનના અવાજેથી બિહામણું બની ગયું.
પ્રકર્ષ–અરે મામા ! આ ઘરમાં ઘડીકમાં જ નાટક કેમ બદલી ગયું? આનંદ મંગળના બદલે શોક રુદન કેમ ? નાચતા હતા અને હવે છાતી કેમ કુટે છે?
વિમર્શ–વત્સ! મેં તને પહેલાં જણાવેલું છે કે બાહ્ય