________________
હર્ષ અને વાસવ
૨૨૫
વર્ધન સાર્થને ઈશ–સ્વામી છે. એની પાસેથી ઘણું ધન મળશે એ ઈચ્છાથી તસ્કરે એને ઘણું યાતના આપતા હતા. દુઃખ દેવામાં કમીને રાખવામાં આવતી ન હતી.
તેં જે મુસાફર માટે પૂછેલું તેનું નામ “લંબનક” છે. વાસવના ઘરનું કામ કરનારે, પગ ધેનારો વફાદાર દાસ છે. કાયમી સેવક છે.
પિતાના સ્વામીપુત્ર વર્ધનને દુઃખી થતાં જોઈ એનું હૃદય દ્રવી ઉઠતું. અવસર મળતાં તે ચેરપલ્લીમાંથી નાસી છૂટ્યો અને વાસવ શેઠ પાસે આવી સઘળી હકીકત જણાવી.
દાસ લંબનની વાત સાંભળ્યા પછી શું બન્યું, એ તે તે પ્રત્યક્ષ નિહાળ્યું છે જ.
પ્રકર્ષ–મામા ! આ બધા રડે છે, છાતી ફૂટે છે, કકળાટ કરી મૂકે છે, તે એથી વર્ધનને લાભ થશે ખરે? વાસવના વિલાપથી વિનયી પુત્ર સુખી બનશે ?
વિમર્શ–ના, ભાઈ ના. આ લેકે ગમે તેટલું રડે, ગમે તેટલા ધમપછાડા કરે તે પણ વન સુખી નહિ બને, એને અંશમાત્ર લાભ નથી. પરંતુ દુઃખમાં વધારે જ કરે છે. પિતાનું દુઃખ પોતે જ ઉભું કરે છે,
આ મૂર્ખાએ અનિષ્ટ સોગમાં અને ઈષ્ટ વિયોગમાં વિષાદ, શોક, આધ્યાન, વિલાપ કરે છે અને પોતે જ નવા દુઃખે ઉભાં કરી દુઃખી થાય છે. ૧૫