________________
૨૨૦
ઉપમિતિ કથા સારોદ્ધાર આ નગરમાં “તીવ્ર” નામના રાજા રાજ્ય કરતા હતાં. એક વખતે ચતુરંગ સેના લઈ યુદ્ધ માટે બહાર ગએલા. શત્રુઓને દાબી પિતાની સત્તા વ્યવસ્થિત કરવા એમણે યુદ્ધમાં ઝંપલાવેલું.
રાજાસાહેબ યુદ્ધ માટે બહાર ગયા પછી રાજકથા, ભેજન કથા, દેશકથા, અને સ્ત્રીકથાના રસીયા દુમુખે બધે વાતે ફેલાવવી ચાલુ કરી, કે આપણે રાજા નિબળ છે અને શત્રુનું સૈન્ય સાગરસમ વિશાળ છે. આપણે રાજા જરૂર હારી જશે અને શત્રુરાજા આ નગરીને લૂંટી જશે. જેનાથી ભાગી શકાય તેણે આ નગર છેડી ચાલ્યા જવું.
મહારાજા તીવ્ર યુદ્ધમાં શત્રુને જિતી વિજયવજ સાથે ચણકપુરમાં આવ્યા, પણ ચણકપુર ઘણું ઉજજડ બનેલું જોયું. કારણ તપાસતાં જાણવા મલ્યું કે દુર્મુખે નગરમાં બેટી અફવાઓ ફેલાવેલી અને એ અફવાઓથી ભયભીત બની નગરલકે સ્થળાંતર કરી ગયા છે.
સ્થળાંતર કરેલા લકે પાછા વસવાટ માટે આવી ગયા એટલે નગરમાં દુમુખના દેશની જાહેરાત કરાવી ભયંકર સજા ફટકારી દીધી છે.
પ્રકર્ષ–એ મામા ! આ રાંકડો દુમુખ કઠોર અને અસત્ય ભાષા બોલવા માત્રથી આવા ભયંકર ત્રાસને પામે, એ શું વધારે પડતું નથી? શું દંડ વધુ પડતું નથી ?
વિમર્શ–ના રે ભાઈ ના. ભદ્ર! વિકથા–નિંદા કરવામાં અને આનંદ માણનારા, મુખ ઉપર નિયમન નહિ રાખ.