________________
૨૧૪
ઉપમિતિ કથા સારદ્વાર
વિવેક પર્વત ઉપર:
સહસ્રરહિમ સવિતાનારાયણે પિતાને પ્રકાશ ચારે તરફ ફેલા. વિમર્શ અને પ્રકષ જાગરૂક બની પ્રાતઃકાર્ય આપી લીધું.
વિશે પ્રકષને કહ્યું, ભાણ! તને નવું નવું જોવાનું મન ઘણું થાય છે અને આ ભવચક મહાવિશાળ છે. આ ભવચક્રમાં આશ્ચર્યજનક બનાવે સદા બનતાં જ હોય છે. એ જેવા જેટલો આપણું પાસે સમય નથી અને જોવાનું ઘણું રહી જાય છે. માટે હું કહું તેમ તું કર. તને સંતોષ થશે.
પ્રકર્ષ–આપ કહે તે માટે માન્ય છે.
વિમર્ષ–વત્સ! સામે જે તે. નિર્મળકાંતિથી ઝગમગતે, મહાપ્રભાવી, ઉત્તુંગ અને વિસ્તીર્ણ “વિવેક” નામને મહાગિરિ દેખાય છે. એ મહાગિરિના શિખર ઉપર આપણે ચડીએ તે આ ભવચક્ર પૂરેપૂરું દેખાય. ક્યાંય જવાની જરૂર નહિ. બેઠા બેઠા આરામથી ભવચક્રના બધાં જ આશ્ચર્યકારી બનાવે જોઈ શકાશે.
તું એ પર્વત ઉપર ચાલ અને સારી રીતે ધરાઈને ભવચકને જોયા કર. જોવામાં કઈ વાત ન સમજાય તે તું મને પૂછજે. હું તને એ સમજાવીને ખુશ કરીશ.
પ્રકર્ષ–જેવી આપની ઈચ્છા. બન્ને જણા વિવેક પર્વત તરફ ચાલ્યા અને થોડીવારમાં ઝડપભેર ચઢી ગયા.