________________
૨૧૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
અત્તરોથી લદાએલ આ પાસે રહેલા અશુચિના ઢગલાને તું જોઈ શકતું નથી ? તને આ પ્રશ્ન જ કેમ થાય છે?
-કેઈ અશુચિ પદાર્થને ઘડે કે પાત્ર સર્વત્ર બંધ હેય, કયાંય છિદ્ર ન હોય તે ઠીક, પણ આ કુંપી નવ ઠેકાણેથી દુર્ગધ વહાવી રહી છે. હું અહીં એકક્ષણ ઉભું રહી શકું તેમ નથી. આ દુગ'ધથી મારું માથું ફાટી જાય છે. ચાલ, અહીંથી આપણે બીજે જઈએ. મારું માથું દુખવા આવી ગયું છે. - પ્રકર્ષ-મામા ! તમારી વાત સાચી છે. મને પણ ઘણી દુગધ આવે છે. મને પણ ચક્કર આવે છે અને ગભરામણ થાય છે. ચાલો આપણે દૂર જઈએ.
મામા ભાણેજ દૂર જઈને રમણ અને કુંદકલિકાને જોઈ શકાય એ રીતે ઉભા રહ્યાં. મકરવજથી દબાએલે રમણ અને વેશ્યાએ કરેલી દુર્દશા:
આશાઓના મહેલમાં મહાલતે રમણ ગણીકાના ગૃહમાં પ્રવે. મકરધ્વજ એક પછી એક બાણ રમણને લગાવે જાતે હતે. મકરધ્વજ અને ભય પણ વેશ્યાગૃહમાં ગયા.
કુંદકલિકાને જોતાં જ રમણ હર્ષથી નાચી ઉઠ્યો. જાણે નવજીવન અને નવચેતન પ્રાપ્ત થઈ. જાણે મહામૂલા નવનિધિ ઘર આંગણે ફળ્યા. પંચદિવ્ય પ્રગટ્યાં અને રાજ્ય પ્રાપ્તિ થઈ એ હરખઘેલ બની ગયે.
મદનમંજરીને ખ્યાલ આવી ગયે કે રમણ રૂપીયા લઈને આવે છે. એટલે એણીએ કુંદકલિકાને ઈશારાથી સમજાવી