________________
ઉપમિતિ કથા સરદાર ચહેરા અને ચાલ વિકાર ભરપૂર દેખાય છે. એ અહીંથી ક્યાં જઈ રહ્યો છે?
વિમર્શ–ભાણ ! આ નગરને જ રહેનાર છે. અહીંના શ્રેણી સમુદ્રદત્તને પુત્ર છે. “રમણ” એનું નામ છે. નાનપણથી જ કામુક બની ગયો હતે. એને વેશ્યાને ત્યાં જવાની લત લાગેલી છે.
આ ગામમાં જ “મદનમંજરી” નામની વેશ્યા રહે છે. એને “કુંદકુલિકા” પુત્રી છે. તે યુવાન અને ઘણી જ રૂપવતી છે. લાવણ્ય એના શરીર ઉપર નૃત્ય કરી રહ્યું છે. કુંદલિકામાં આ રમણ આસકત બને છે અને પોતાના પિતા સમુદ્રદત્ત નગરમાં ધનકુબેર ગણતા હતા છતાં આ કામીપુત્રે ઘર તદ્દન ખાલી કરી નાખ્યું છે.
ધન ઘરમાં હતું નહિ એટલે વેશ્યાએ પણ રમણને તરછોડી દીધું. અપમાનિત કરીને તગડી મૂકવા છતાં કુંદકલિકાને એ ભૂલ નથી, એમાં જ આસક્ત છે.
વેશ્યા ઉપરની આસક્તિના કારણે જ્યાં ત્યાંથી મજુરી કરી અલ્પદ્રવ્ય ઉપાર્જન કરી લાવ્યો છે. એ દ્રવ્ય લાવીને રમણે બજારમાં ખરીદી વિગેરે કરી, એ બધું તે નજરોનજર જોયું છે ને ? આ ભાઈ સાહેબ કુંદકલિકા સાથે વિલાસની ઝંખના રાખતા ડેલતા ડેલતા જઈ રહ્યાં છે. મકરવજ અને ભય :
મામા ભાણેજને આ વાત કહી રહ્યાં હતાં ત્યાં ભાણેજની નજર બીજી દિશામાં ગઈ અને જોયું કે કેઈ એક માણસ