________________
રમણ અને ગણિકા
૨૦૭ આકાંક્ષા રાખનારા ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને સાતક્ષેત્ર રૂપ ઉત્તમ સ્થાનમાં વ્યય કરે છે અને મોક્ષ ફલને મેળવે છે.
વત્સ! દાન કરવું એ ધનની ઉત્તમ ગતિ છે. ભેગમાં ધનને વ્યય એ મધ્ય ગતિ છે અને એ સ્વાર્થભાવના વધારે છે. ન આપી જાણે. ન ભેગવી જાણે એનું ધન તે જંગલમાં ઉગેલા કુલ જેવું નકામું છે. રમણ અને ગણિકા :
વિમર્શ અને પ્રકમાં ધનની અનિત્યતા અને સદુપયોગ વિષે વાતચિત કરતા હતા, ત્યાં એમણે ફાટલા તૂટલા અને જીર્ણ કપડાવાળા, શરીરે મલીન અને દુર્બલ યુવાનને બજારના રસ્તામાં જે.
એ દુર્બલ યુવાને એક દુકાનમાંથી રૂપિયા આપી સુંદર કપડાની ખરીદી કરી. મિષ્ટાન્ન ભંડારમાંથી લાડવા લીધા. કુલવાળાને ત્યાંથી ચેડા કુલ અને હાર ખરીદ્યો. પાનવાળાને ત્યાંથી બે પાન લીધા. અત્તર પણ ખરીદી લાવ્યા.
બાજુમાં સ્નાનાગાર હતું ત્યાં જઈ સૌ પ્રથમ લાડવા ખાધા અને પછી સારી રીતે અંગમર્દન કરી સ્નાન કર્યું. નાન કરી વચ્ચે પહેર્યો, મુખમાં તાંબુલ નાખ્યું, ફુલને હાર પહેર્યો અને ચેડા કુલ હાથમાં રાખ્યા. વસ્ત્ર ઉપર અત્તર છાંટી સુગંધિત બનાવી આ દુર્બલ યુવાન ધીરે ધીરે ચાલતે આગળ વળ્યો. ચાલતાં ચાલતાં પિતાના શરીરની શોભાને વારંવાર જોયા કરતે અને મનમાં મલકાયા કરતે.
પ્રકર્ષ–અરે મામા ! આ યુવક કેણ છે? એની આંખે,