________________
મહેશ્વર અને ધનગવ
૨૦૫
મારે તે આ મુકુટ ખરીદી જ લેવું જોઈએ. આ મેઘેરે લાભ કેણુ જ કરે? ' આ વિચાર કરી દુષ્ટ શીલ પાસેથી મુકુટની ખરીદી કરી એને પૈસા ચૂકવી દીધા. પૈસા લઈ દુષશીલ ચાલ્યો ગયો.
મહારાજા બિભીષણુના ચરપુરૂષ અને સૈનિકે મુકુટની ચોરી કરનારની શેધ માટે નિકળી પડ્યા હતા. ચરપુરૂષને ક્યાંકથી બાતમી મળી કે મહેશ્વર ધનપતિએ મુકુટ ખરીદી લીધે છે. આ બાતમી મળતાં ચરપુરૂષ અને સૈનિકે એ એની દૂકાન ફરતે ઘેરો ઘાલ્યો.
આ લોકેએ મુદ્દામાલ સાથે ધનપતિને પકડી પાડ્યા. ધનપતિની દૂકાન લુંટી લેવામાં આવી. હીરા ઝવેરાત બધું જ કબજે કરવામાં આવ્યું. સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું. - સૈનિકોને સમુહ જોઇ દુકાનમાં બેઠેલા વણિક પુત્રે ભાગી ગયા. સગાસંબંધીઓ પણ જ્યાં ત્યાં ચાલ્યા ગયા. ભયના માર્યા કેઈ પણ ત્યાં ન રહ્યા. આફતમાં કેણ સહાયતા કરે?
રાજપુરૂષોએ ધનપતિને બરોબર બાંધી ગધેડા ઉપર બેસાડ્યો. ધૂત્કારતા હડધૂત કરતા મુદ્દામાલ સાથે દીન હીન બનેલા ધનપતિને હેમપુર તરફ લઈ ગયા. લેકે પણ ધનપતિના લાભ અને ધનગર્વ ઉપર કટાક્ષ કરતા હતા. " અચાનક ધનપતિની આવી દુર્દશા જોઈ પ્રકષે મામાને પૂછ્યું. મામા ! અનાયાસે રંગમાં ભંગ કાં પડ્યો? આવી ઘટના કેમ બની? આ ધનપતિનું ધન કયાં ? પેલા રત્નના