________________
૨૦૪
ઉપમિતિ કથા સારોદ્ધાર વિમર્શ –ાણા! મિથ્યાભિમાનને પ્રિયમિત્ર “ધનગર્વ” છે. એ ધનગર્વ આના શરીરમાં પ્રવેશી આવી ચેષ્ટા કરાવી રહ્યો છે.
પ્રકર્ષ–અરે મામા! આપણે પહેલાં રાગકેશરી અને એના આઠ બાળકે જોયા હતા, એમાંને પાંચમે બાળક આ શેઠની બાજુમાં જ આવીને બેઠેલો દેખાય છે.
વિમર્શ–ભાઈ! તારું કહેવું બરોબર છે, એજ બાળક છે. આટલી વાતચીત થઈ ત્યાં એક કેઈ અજાણ્યા માનવી આવ્યો. લેભમાં ફસાયે :
અજાણ વ્યક્તિએ એ ધનપતિના કાનમાં ગુપ્ત અને એકાંત સ્થળમાં વાત કરવા માટે જણાવ્યું. એટલે બંને જણા એકાંતમાં ગયા અને પિલા વ્યક્તિએ એકાંતમાં કયાંકથી લાવેલ મહામૂલ્યવાનું રત્નજડિત મુકુટ દેખાડ્યો.
મહેશ્વર ધનપતિએ મુગુટ જે અને લાવનાર વ્યક્તિ તરફ બારીકાઈથી જોયું. એ ઓળખી ગયા કે આ વ્યક્તિનું નામ “દુષ્ટ શીલ” છે અને તે “હેમપુર” નગરના મહારાજા શ્રી “બિભીષણ”ને સૈનિક છે. ચોક્કસ આ રાજમુકટ ચેરી. કરીને લઈ આવેલો જણાય છે. એ વિના આની પાસે આવે ક્યાંથી ?
આ વખતે રાગકેશરીને પાંચમે પુત્ર ધનપતિની બાજુમાં હતે એ તરત જ ધનપતિના શરીરમાં પિસી ગયે. એના પ્રતાપે ધનપતિને વિચાર આવ્યો, કે એ મુકુટ ચેરીને લાવ્યો હોય કે બીજી રીતે લા હેય, એનું મારે શું કામ?