________________
૨૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
આ લોકે અજ્ઞાનથી અંધ છે, પામર અને દીન છે. પહેલાં મિથ્યાભિમાન નૃત્ય કરાવતું હતું અને હાલમાં શેક તેમજ મતિ મેહ મળીને નૃત્ય કરાવી રહ્યા છે.
પ્રકર્ષ–મામા ! જુદા જુદા વિરૂદ્ધ જાતીય નૃત્યો આ રાજાના મહેલમાં જ થઈ શકતા હોય છે કે બીજા સ્થળે પણ થઈ શકે છે? ઘડીના છઠ્ઠા ભાગમાં ખેલ બીજે બદલાય ખરે?
વિમર્શ–ભલા! આવા નૃત્યે તે સંપૂર્ણ ભવચક્રમાં થતાં હોય છે. ઘડીકમાં હર્ષ અને ઘડીકમાં શાક એવા નૃત્ય ભવચકમાં ઠેર ઠેર જોવા મળતાં હોય છે.
ભાણુ! હવે આ મહેલમાં શેક જણાવતાં કાળાવો સૌ પહેરશે, કરણ સ્વરે છાતી ફાટ સૌ રડશે. ઢેલ અને વાજિંત્રમાંથી મૃત્યુ અને શેકસૂચક સ્વરો નિકળશે. વાતાવરણ ઘણું કરૂણ અને ગંભીર બની જશે. સ્વજને રિપુકંપન રાજાના શરીરને બાંધી મહેલની બહાર લઈ જશે.
આ બિહામણી શોકજન્ય ક્રિયાઓ થાય એ અગાઉ આપણે મહેલની બહાર જતા રહેવું ઉત્તમ જણાય છે.
પ્રકર્ષમામા “જેવી આપની મરજી.” મામા ભાણેજ મહેલમાંથી નીકળી બજારમાં ચાલ્યા ગયા.
શ્રી સૂર્યનારાયણ પણ રિપુકંપન રાજાના મૃત્યુશોકથી નિસ્તેજ બની સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રમાં ઉતરી પડયા.