________________
મહામોહનું સામંતચક
૧૯૧
કરતી નથી ? મારી ઈચ્છાને તૃપ્ત થવા દેતી નથી? જ્યાં ત્યાં નાશભાગ કરે છે, લાવ ત્યારે એને ખત્મ જ કરી નાખું.
નગ્ન અને તીક્ષણ તલવાર હાથમાં લઈ ચંડિકાદેવીના મંદિરમાં દાખલ થયો. મદ્યનું ઘેન હતું, બરબર ભાન ન હતું, એટલે રતિલલિતાના ભ્રમમાં ચંડિકાદેવીનું મરતક ઉડાવી દીધું.
“હે આર્યપુત્ર ! બચા, હે આર્યપુત્ર ! બચાવે.” આવા પિકાર કરતી ભય બહાવરી બનેલી રતિલલિતા મંદિરની બહાર દેડી ગઈ.
પિતાની પ્રિયતમાને અવાજ કાનમાં જવાથી રિપકંપન સફાળે ઘેનમાંથી જાગૃત બન્યો. તરત જ પૂછયું, પ્રિયે! તને શેને ભય લાગે છે? કેમ અવાજે કરે છે?
રતિલલિતાએ પતિદેવને પિતાના ભયનું કારણ જણાવતાં કહ્યું, આર્યપુત્ર! આપના વડિલબધુ મારા ઉપર બલાત્કાર કરવા ધસી રહ્યા છે.
આ અવસરે શ્રેષગજેન્દ્ર રિપુકંપનના શરીરમાં પ્રવેશ કર્યો અને એના અન્તઃકરણ ઉપર પિતાનું આસન જમાવી દીધું.
રતિલલિતાની વાત સાંભળી રિપકંપનીને ક્રોધ ભભુકી ઉક્યો. મેટા ભાઈને તિરસ્કારભર્યા શબ્દો દ્વારા યુદ્ધ માટે આહાન આપ્યું.
લાક્ષનું મૃત્યુ : યુદ્ધના આહ્વાનને ઝીલી લેલા યુદ્ધ માટે આવી ગયે.