________________
ઉપમિતિ કથાસારદ્વાર
આવ્યો. ગામ, નગર, મહેલ, રાજપથ, ચગાને, વને, ઉપવને વિગેરે શણગારવામાં આવ્યા. આશપાલવના તોરણીયા બંધાણા, કુમકુમના છાપા દેવાણા. નૃત્ય, ગીત અને વાજિંત્રના મરજન કાર્યક્રમ મંડાણ.
રાજમહેલમાં મોટા “વર્ધનક” વાજિંત્રો વાગી રહ્યા હતાં. દાસે નાચતા હતાં, દાસીઓ નાચતી હતી. પરિવાર પણ નાચવામાં મસ્ત બન્યું હતું. રાજા રિપુકંપન પણ તાનમાં આવી ગયા અને નાચવા લાગ્યો. જેરથી તાળીઓ પાડી ગાવા લાગે. ઉંચે ઉછળી ઉછળી કૂદવા લાગે.
વધામણાની રીતભાત, વાજિંત્રની સુરાવલી અને રિપુકંપનનું નૃત્ય જોઈ પ્રકર્ષને ઘણું આશ્ચર્ય થતું હતું. અનિમેષ નયને આ તોફાન જોઈ રહ્યો હતે. મનમાં વિચારતે હતું કે આવું ગાંડપણ કેમ થઈ રહ્યું છે? મામાને પ્રશ્ન કર્યો. | મામા ! આ મહેલના નરનારીઓએ શરીર ઉપર શા માટે માટીના લેપે ચેપડ્યાં છે? શું કરવા રાડો પાડી રહ્યા છે? શા માટે હાથપગ ઉછાળીને ધમપછાડા કરી રહ્યા છે? આ રાજા પણ નાના બાળક જેવું હાસ્યપાત્ર શું કરી રહ્યો છે? રાજા થઈને રાડો પાડે અને વાંદરાની જેમ હૃપ હૂપ કરતે જાય અને કૂદાકૂદ કરે એ સારું લાગે? હાથપગ પહોળા કરી શું તમાશે બતાવી રહ્યો છે? શા માટે શરીરને આવું કષ્ટ આપે છે? ગાંડે તે નથી બની ગયે ને ?'
.
૧ અધ્યાત્મની દૃષ્ટિએ પ્રકર્ષને પ્રશ્ન ઘણો જ સુંદર છે.
"