________________
૧૯૮
ઉપમિતિ કથા સાજોદ્ધાર
શેકનું આગમન :
મામા ભાણેજ આનંદથી વાત કરી રહ્યા હતા, એટલામાં રાજમહેલના તારણ દ્વારે કઈ બે વ્યક્તિએ આવી પહોંચી. એ બે વ્યક્તિને જોઈ ભાણાએ પ્રશ્ન કર્યો.
મામા આ બે કેણ છે?
વિમર્શ–ભાણું ! એકનું નામ “મતિમહ” છે અને બીજાનું નામ “શેક” છે.
વિમર્શ આટલે ઉત્તર આપે ના આપે ત્યાં રાજ મહેલના પ્રસૂતિગૃહમાંથી કરુણ, કર્ણક, હૃદયભેદક અને અમંગળ સૂચક પોકારે આવવા લાગ્યા. વાતાવરણમાં વિષાદ ડેલવા વાગ્યું.
અમંગળ સૂચક અવાજે સાંભળી રિપુકંપન રાજા બહાવરો બની ગયો અને વાંજિત્રોના મંગલ સુરે, નૃત્ય ગીત વિગેરે ઉત્સવના કાર્યો બંધ કરાવ્યા. “પ્રસૂતિગૃહમાં શું બન્યું હશે.” એ જાણવા આતુર બન્યા.
હાહાકાર કરતી, હૈયાફાટ રડતી, ભયભીત હરણલીઓના જેવા ભયભીત નયનેવાળી, હતાશાથી નિસ્તેજ મુખી બનેલી દાસીએ પ્રસૂતિગૃહમાંથી દેડતી દેડતી આવી.
હે નાથ ! બચાવે, હે નાથ! બચાવે. કુમારના પ્રાણ કઠે આવી પહોંચ્યા છે. આંખો ખેંચાઈ ગઈ છે. નાડીના ધબકારા બંધ થઈ ગયા છે. એ અમારા નરપતિ ! બચાવે. બચાવે, દેડે દેડ, રાજકુમારની રક્ષા કરે, રક્ષા કરે. -