________________
મહામેાહનું સામંતચક્ર
વિમશ—ભાઇ ! આપણે જ્યારે રાજમહેલમાં આવતાં હતા, ત્યારે તે મિથ્યાભિમાનને જોયા હતા ને? એ આ રાજમહેલમાં આવ્યા અને આ બધા લેાકેા પાસે આવું નાટક કરાવી રહ્યો છે. આ મિથ્યાભિમાનના પૌઢપ્રતાપ છે,. એ પ્રતાપથી લેાકેાને પેાતાની જાતનું પણ ભાન રહેતું નથી, એથી આ નૃત્ય, ગીત, સંગીત કરી રહ્યા છે. ઘણાને ભૂતાવળ વળગી હાય એવું લાગે છે.
પ્રક—મામા બધાને આવી રીતે નચાવનારા મિથ્યાભિમાન ખરી રીતે રાજાના શત્રુ જ ગણાય ને ? આ રીતે મિથ્યાભિમાનથી ક્રમાએલા રિપુક'પન રાજા કેમ ગણાય ? એનું રાજાપણું કેવું ? એની સત્તા કેવી ? એ રિપુને કપાવનારા કેવા ?
વિમર્શ—ભાણા ! એ કાંઇ ભારિપુક પન નથી. ભાવ શત્રુઓના નાશ કરનારે નથી. બાહ્ય શત્રુઓના વિજેતા છે માટે રિપુક પન ગણાય છે. બાહ્ય શત્રુઆને જિતવા માત્રથી કાંઈ ભાવશત્રુઓને પરાભવ થતા નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, ખાદ્ય અને અભ્યંતર શત્રુઓની પરીક્ષા કરવા જેટલું વિવેક જ્ઞાન ન થાય, ત્યાં સુધી આંતર વિજેતા મનાતું નથી.
આ રિપુક'પનમાં જ્ઞાનનું બિંદુ પણ નથી. સારાસારને વિવેક નથી. એટલે જ મિથ્યાભિમાન પેાતાની ધારેલી રીતિ મુજબ બહુ ચતુરાઈ પૂર્વક એની વિડ"બના કરી રહ્યો છે અને એ વિડ'ખનામાં રિપુપન આનંદ માની રહ્યો છે.