________________
મહામાહનું સામતચક
૧૫
આ અવસર જોઈ મિથ્યાભિમાન મહેલમાં ઘુસી ગયે અને શીવ્રતાથી રાજાના શરીરમાં પ્રવેશ કરી પિતાને પ્રભાવ પાથર્યો.
મિથ્યાભિમાનના પ્રતાપે રાજાને આનંદ ઘણાજ વધી ગયે. હૈયું હર્ષની ઉર્મિઓથી ઉભરાવા લાગ્યું. એ પુત્રજન્મના સમાચારથી એ ઘેલે ઘેલ બની ગયું હતું કે શરીરમાં સમાઈ શક્તો ન હતે. છાતીના કસ તૂટી ગયા અને ગજગજ ફૂલાઈ ગઈ. એના માનસમાં તરંગ ઉઠવા લાગ્યા.
અહે! હું આજે પરમ ભાગ્યશાળી બની ગયો. મને જ કલ્યાણની સંપદા પ્રાપ્ત થઈ. મારું કુળ આબાદ બની ગયું. વંશપરંપરાને વેલો આગળ વધશે. હું વડભાગી બની ગયો. મારું રાજય આજે સફળ બન્યું. મારા વિલાસે સાર્થક થયા. મારા મનવાંછિત ફળ્યાં. મારા મહેલે અમિરસ ભર્યા મેઘ વરસ્યાં. આજ સુધી મને પુત્ર ન હતે. ઘણા પ્રયત્ન પુત્રરત્ન પ્રાપ્ત થવાથી હું મહાભાગ્યવંત બની ગયે. - મિથ્યાભિમાનના પ્રતાપે રિપુકંપન આવા વિચારમાં મશગૂલ બની ગયે. એ શરીરમાં સમાતું નથી, ગામ સાંકડું પડે છે અને નગરમાં માતે નથી, વિશ્વ પણ એને મન હવે વામન જણાય છે. હર્ષને પ્રભાવ :
પુત્રજન્મના મંગળ વધામણા લાવનાર દાસી પ્રિયંવદાને દારિદ્ર નાશ પામે એવું મહાપારિતોષિક આપવામાં આવ્યું. રાજ્યમાં પુત્રજન્મ મહોત્સવ ઉજવવાને આદેશ આપવામાં