________________
મહામેહનું સામંતચક
થાય એમાં શું આશ્ચર્ય ? મદ્યપાનના તે આ સાધારણ પરિણામે છે. પણ પરલોકમાં નરક વિગેરેની મહાયાતનાઓ સહન કરવાની નસીબમાં આવી પડે છે.
પ્રકર્ષ–મામા! તમે જે કહે છે તે બરાબર છે. આપની કૃપાથી મને બધું પ્રત્યક્ષ જોવા મળ્યું. મિથ્યાભિમાન :
મામા અને ભાણેજ માનવાવાસના લલિતપુરમાં આરામ ખાતર થોડા દિવસ રહ્યા, રેજ નગરના જુદા જુદા દર્શનીય સ્થળે જતા હતા. એક દિવસે ફરતા ફરતા રાજમહેલ પાસે આવ્યા, ત્યાં એક દીર્ઘકાય પુરૂષ જોવામાં આવ્યા.
પ્રકર્ષ મામા! આ તે પેલો મિથ્યાભિમાન દેખાય છે. પહેલાં આપણે એને રાજસચિત્તનગરમાં જે હતે.
વિમર્શ હા. એ તેિજ મિથ્યાભિમાન છે. તે પણ જુદા જુદા રૂપે બનાવી શકે છે. મકરધ્વજ મહારાજાની આજ્ઞા થવાથી પોતાની ફરજ બજાવવા અહીં આવ્યો છે.
પ્રકર્ષ–મામા! આ મિથ્યાભિમાન કયાં જાય છે?
વિમર્શ—સૌમ્ય ! સાંભળ, ચંડિકા દેવીના મંદિરમાં તે રિપકંપનને જોયું હતું ને? યાદ છે?
યુદ્ધમાં પિતાના બધુ લાક્ષને યમપુરીમાં પહોંચાડ્યા બાદ એ લલિતપુરને રાજા બન્યા છે અને આ સામે દેખાતે એને રાજમહેલ જણાય છે. ગમે તે કારણે મિથ્યાભિમાન આ મહેલમાં પ્રવેશ કરવા ઈચ્છી રહ્યો લાગે છે.