________________
૧૯૨
ઉપમિતિ કથા સારાદ્વાર
બીજાઓના નશે। ઉતરી ગયા અને ચાદ્ધાએ તલવાર ભાલા તીરા લઇ યુદ્ધના મેદાનમાં આવી પહોંચ્યા.
કોઈને યુદ્ધના કારણની જાણ નથી. કેાઇને કોઇએ પૂછ્યું' નથી. અધ નશાભરી હાલતમાં યુદ્ધનું ઘમશાણ જામી પડયુ.
બન્ને ભાઇઓના સૈન્યમાં ભય‘કર યુદ્ધ ખેલાયું અને ઘણા મરણને શરણ થયાં, તા પણ અન્ને ભાઇએ એક બીજા ઉપર તલવારના ઘા ઝીકતા હતા. યુદ્ધ એમનું ચાલુ જ રહ્યું.
રિપુક'પનના ક્રોધ વધુ તીવ્ર બન્યા. બળ અને સ્ફૂર્તિથી તલવારના ઘા કરવા લાગ્યા. એમાં લાગ જોઈ રિપુક‘પને લેાલાક્ષના ગળા ઉપર તીવ્ર ઘા માર્યો અને ઝાડ ઉપરથી નાળીયેર પડે તેમ મસ્તક ધડથી વિખુટું પડી ગયું.
આ વિનાશક યુદ્ધને જોઇ મામા ભાણેજ નગરના કાઈ સુરક્ષિત સ્થળે જઇ પહોંચ્યા અને વિરામ લેવા બેઠા.
વિમશ—ભાણા ! દ્વેષગજેન્દ્રની શક્તિ જોઇને ?
પ્રક—મામા ! સારી રીતે જોઇ. હદ થઇ ગઇ હા. શું વિલાસી માનવીએની આવી જ દશા થતી હશે ? શું મદ્યપાનનું આવું જ કરૂણ પરિણામ ?
વિમ”—હા ભાઇ, મદ્યપાનની કુટેવથી બુદ્ધિ નાશ થાય, વેરઝેર કલહ થાય, ધન જાય, પરલેાકમાં દુર્ગતિ થાય અને આ ભવમાં પણ ઘણી આપદાઓના સામના કરવા પડે.
વળી જે લેાકે મદ્યપાન કરીને પરનારીમાં કામાતુર બની આલિંગન કરવા તૈયાર થાય એમની આવી ભયંકર દુશા