________________
મહાહનું સામંતચક
૧૮
મકરવજના બાણેના આઘાતથી લોલાક્ષ નાના ભાઈના નૃત્ય કરતાં પત્ની રતિલલિતા ઉપર આસક્ત બનવા લાગ્યો. મનમાં રતિલલિતાને આલિંગન કરવાને ઉમળકે જાગ્યો.
અન્ય મદ્યપાન કરનારાઓ મદ્યની અસરથી બેભાન જેવા બની ગયા હતાં. સ્થાન અને સમય વિગેરેને વિવેક નષ્ટ થઈ ગયો હતો. જ્યાં મદ્યપાન કરેલ તે જ સ્થળે ઘણાં મૂચ્છિત થઈ ઢળી પડ્યા હતા. ભૂતના વળગાળવાળા માનવીની જેમ ઘણાં ત્યાં જ આળોટવા લાગ્યા.
મઘની વિપરીત અસરના કારણે કેટલાને ત્યાં જ વમન થયું હતું. મૂછિત બની વમનમાં જ આળોટવા લાગ્યા. કુતરાઓ અને કાગળાઓ આવી મદ્યપાન કરનારાઓના મુખ ચાટતા હતા અને વમનને ખાતા હતા. કેટલા કુતરાઓ જાતીસ્વભાવના કારણે પોતાને પગ ઉંચે કરી એ લોકોના મુખમાં મુતરી દેતા હતા.
મકરધ્વજના પ્રતાપે લલાક્ષરાજા રતિલલિતામાં કામાતુર બની ચૂકયો હતો. રાગકેશરીએ એમાં પ્રેરણા આપી અને મહામે હરાજાએ વધુ ઉત્સાહિત કર્યો, એથી પોતાની બને ભુજાઓને પહોળી કરી રતિલલિતાને આલિંગન કરવા ઉભું થઈ એ તરફ દોટ મૂકી.
પિતાના જેઠ લાક્ષને કામાતૂર બની પોતાના તરફ આવતા જોઈ રતિલલિતા એકદમ ભયથી ગાભરી બની ગઈ. ભયભીત થવાના કારણે મદ્યને નશો તરત ઉતરી