________________
મહામહનું સામતચક
પ્રકર્ષ—આપે ઘણું સરસ સમાધાન આપી મારું હૈયું હળવું બનાવી દીધું. સુરાપાન અને વિવેકનાશ :
પ્રકર્ષ ભવચકનગરના કૌતુક જોવામાં ભારે રસ લેવા લાગે. ચારે તરફ અવનવું જેવા માટે નજર ફેરવ્યા જ કરે. એવામાં લાક્ષ રાજા હાથીની અંબાડીએથી નીચે ઉતરી ઘણું જનસમૂહ સાથે વનના મધ્યભાગમાં આવેલ શ્રી ચંડિકા દેવીના મંદિરે દર્શન માટે ગયે.
ચંડિકાદેવીને મદિરાથી અભિષેક કરી વિવિધ દ્રવ્યથી પૂજા કરવામાં આવી. પૂજા કર્યા બાદ દેવી મંદિરના વિશાળ પટાંગણમાં રાજા, રાજપરિવાર અને નાગરીકે મદ્યપાન કરવા બેઠા.
રાજસેવકે વિશાળ પાત્રોમાં સુરા ત્યાં લાવ્યા. રત્ન, સુવર્ણ અને રજતના મદ્યપાનના ચષક-પ્યાલાઓ સૌની સન્મુખ મૂકવામાં આવ્યા. સૌને એક પછી એક ઉત્તમ, મધુર, શક્તિવર્ધક અને માદક મદ્ય આપવામાં આવ્યું. આનંદથી મદ્યપાન કરવા લાગ્યા અને ઉન્મત્તતા વધવા લાગી. ઉદરમાં જેટલા નંખાય એટલા ચષકે ગટગટાવી ગયા.
પ્રમાણથી વધુ મદ્યપાનના કારણે સૌ વિવેકહીનતા યુક્ત બનવા લાગ્યા. સમય, સ્થાન અને કર્તવ્યાકર્તવ્યનું ભાન ભૂલવા લાગ્યા. લેકે નાચગાનના તાનમાં મસ્ત બની ડેલવા લાગ્યા. વાજિંત્રના માદક વિકારી, સુરે અને મૃદંગના માદક તાલ શરૂ થઈ ગયા. કેટલાક હાથતાળી દઈ નાચવા લાગ્યા.