________________
૧૮૬
ઉપમિતિ કથા સારોદ્વાર
લાલાક્ષ રાજા અને પ્રજા ઉપર પેાતાના પ્રભાવ પાથર્યો છે. એટલે એ લેાકેા બીજી વસ્તુઓને ખૂબ ચાહી રહ્યા છે.
હાસ્ય પણ પેાતાની ફરજ ખજાવી સૌને હસાહસ કરાવી રહ્યો છે. રાગકેશરીએ પેાતાની અસર એવી પાથરી કે એક બીજા સ્ત્રી-પુરૂષ એક બીજાને ભેટી પડવા આતુર બની ગયા છે. ભાગતૃષ્ણા, મૂઢતા, તુચ્છતા વિગેરે પણ પેાતાને સેાંપેલી સેવા મજાવી રહી છે.
પ્રક—મામા ! આ બધા મકરધ્વજની સેવામાં આવ્યા છે, એટલે ચિત્તવૃત્તિ અટવીમાં આવેલ મહામેાહુના મંડપ અત્યારે શૂનશાન પડ્યો હશે ને?
વિમ—ના રે ભાઈ ના. આ અભ્ય′તર લેાકેા ભારે જમરા હોય છે. ઘણા રૂપે) કરી શકે છે. એ અહીંયા છે, તેમ ત્યાં પણ છે જ. મહેામેાહુની રાજધાનિ તે ત્યાં જ છે. એ વિશ્વવ્યાપક મહારાજા છે. આ માનવાવાસમાં થોડા સમય પૂરતું જ મકરધ્વજનું રાજ્ય છે, એ પણુ મહામેાહની કૃપાથી પ્રાપ્ત થયું છે.
વળી મહામેાહ રાજાના ભારે વિચિત્ર અને કૌતુકી સ્વભાવ છે. એ પેાતાના નાકરાને પણ રાજા મનાવે અને જેને જે અધિકારો આપ્યા હાય તે સુરક્ષિત રાખે છે. આ કારણે જ એણે મકરધ્વજને રાજ્ય આપ્યું અને પેાતે વફાદાર સૈનીક મની સેવા બજાવી રહ્યો છે. એનું મૂળ સ્થાન શાશ્વત છે. આ બધાની ત્યાં સભામાં પણ કાર્યવાહી વ્યવસ્થિત ચાલી રહી છે.