________________
ઉપમિતિ કથા સદ્ધાર
મકરધ્વજે વહાલભર્યા શબ્દમાં જણાવ્યું, વાહ રે, વસંત વાહ! સાચે જ તે ભૂલકણે જણાય છે, શું આટલા અલ્પ સમયમાં જ તું પેલી વાત ભૂલી ગયો ? ગયે વર્ષે આપણે બને માનવાવાસમાં સાથે જ રહ્યા હતા, મોજમજામાં બે મહિના ક્યાંય જતા રહ્યાં હતા. એ વાત શું વિસારે પડી?
અરે ! મહાદેવીએ જ્યારે જ્યારે જે નગરે જવાને આદેશ આપેલે છે, તે તે વખતે મને પણ મહારાજા શ્રી મહામહે એ નગરને રાજ્યવહિવટ સેપેલે છે. જે વખતે તું જે નગરમાં જાય તે વખતે મારે પણ એ જ નગરને વહીવટ સંભાળવાને છે. તેને વિરહની શંકા કાં થઈ ? આપણે વિરહ કયાં થવાને છે ?
વસન્ત-ધન્ય મકર ! તેં સરસ યાદ કરાવ્યું. મધુર સ્મૃતિ કરાવી તે આનંદિત કર્યો. મિત્ર ! વિરહની વ્યથા માનવીના અત્તરને એવી વલોવી નાખે છે કે એ પિતાના હાથમાં લીધેલા કાર્યોને પણ સુયોગ્ય રીતે અમલમાં મૂકી શકતું નથી.
હું તો વિરહ વ્યથાથી કાયર બનીને શાન ભાન ગૂમાવી બેઠે હતા. પણ તે બધું યાદ કરાવી આપ્યું. હું તારે અંત. રથી આભાર માનું છું. મિત્ર મકર ! ધન્યવાદ, હું વિદાય લઉં છું. તું જલ્દીથી આવજે.
મકરધ્વજ–-મિત્ર વસંત ! તારે માર્ગ વિજયવંત બને.
ત્યાર પછી વસંત માનવાવાસ નગરમાં આવ્યો. એણે બધા ઉદ્યાને, કાનને, ઉપવને, વનખંડમાં પિતાને વિલાસી