________________
૧૮૨
ઉપમિતિ કથા સારે દ્વારે
સ્વીકાર કર્યો. પોતાની રાજ્યસભા ભરાવી અને દરેક રાજાએને સૂચન કર્યું.
હે રાજાઓ! તમે સૌ શાંતિથી સાંભળે. “માનવાવાસ નગરનું રાજ્ય હાલમાં હું મારા પ્રિય સેવક આ મકરધ્વજને અર્પણ કરી રહ્યો છું. એના રાજ્યાભિષેક વખતે તમારે સૌએ આવવાનું છે અને એના વફાદાર સૈનિકની જેમ ખડે પગે સેવા કરવાની છે.”
મકરધ્વજને યોગ્ય લાગશે એ સેવા તમને સેપશે. તમારે એની આજ્ઞાને સહર્ષ અમલ કરવાનું છે. હું પણ માનવાવાસ નગરે આવીશ અને મકરધ્વજના મંત્રી તરીકે કાર્ય કરીશ.”
સૌ રાજાઓએ મહામહની આજ્ઞા સ્વીકારી, મસ્તક મૂકાવી આનંદ વ્યક્ત કર્યો.
પ્રસન્ન વદન બનેલા શ્રી મહાહરા મકરધ્વજને કહ્યું, બેટા મકર ! માનવાવાસનું રાજ્ય તને સંપું છું. એશ્વર્યશાળી રાજ્યને રાજા બની તું અભિમાની ના થઈશ. તારા હાથ નીચેના રાજાઓને આદર સત્કાર કરતે રહેજે. એમના હક્કો અને એમની સંપત્તિઓ આંચકી લેવાની વૃત્તિ ના કરીશ. સૌને પ્રેમથી વશ રાખજે. સત્તાની તુમાખીથી કામ સારા ન થાય. સૌનું સુંદર ગૌરવ જાળવજે.
મકરધ્વજે એ આજ્ઞાને સહર્ષ સ્વીકાર કર્યો. સૌ માનવાવાસ નગરે આવ્યા. મકરધ્વજને રાજ્યાભિષેક