________________
મહામેાહનું સામ‘તચક્ર
૧૮૩
કરવામાં આવ્યું. સૌ રાજાએ એના સેવક બની આજ્ઞાના
અમલ કરવા તત્પર થયા.
મકરધ્વજના પ્રતાપ :
મહાપ્રતાપી મકરધ્વજ રાજા માહ્યપ્રદેશના લલિતપુરના રાજવી લેાલાક્ષને પેાતાના એજસથી પરાભવ પમાડી સપરિવાર નગરથી બહાર હાંકી રહ્યો છે, પરન્તુ અમુપ લેાલાક્ષ રાજા એ નથી સમજી શકતા કે હું મકરધ્વજથી પરાભવ પામ્યા છું.
પ્રક ! તને ખ્યાલ આવી ગયા હશે કે મહામેાહરાયની કૃપાથી રાજવી પદને પામેલા મકરધ્વજના પ્રતાપથી રાજવી લાલાક્ષ અને જનસમૂહ વિવિધ ચેષ્ટાઓ કરી રહ્યાં છે.
પ્રક—મામા ! મકરધ્વજ હાલમાં કયાં છે ?
વિમશ—ભદ્ર ! એ તા પાસે જ છે, જાતે હાજર રહીને જ આવા નાટકો કરાવે છે.
પ્રક—તા એ અહીં કેમ ઢેખાતા નથી?
વિમશ—ભાઇ ! એ અંતરગ પ્રદેશના લેાકેા ચેગી જેવા હાય છે. “ પ્રગટ થવું અને અદૃશ્ય થવું ” એ એમને મન સામાન્ય રમત છે. પરકાયપ્રવેશ વિદ્યામાં પણ નિષ્ણાત હોય છે. પેાતાના વિજયથી એ ઘણાં ખુશી થઈ રહ્યાં છે. આ બાહ્ય જનસમુહના શરીરમાં રહ્યા રહ્યા નાટકા જોઇ રહ્યા છે. પ્રક—મામા ! તમે એ લેાકાને કેવી રીતે જોઇ શકા છે?