________________
૧૭૮
ઉપમિતિ કથા સદ્ધાર
પૂછવું જ શું ? એ પ્રજાને રાજાને સહકાર મળે પછી તે મહજન્ય મનોરંજનની કઈ કઈ ક્રીડાઓ ના કરે?
સંગીતના શેખીને ગાવામાં મસ્ત બની ગયા છે. નૃત્યકારે નૃત્યમાં ઉન્મત્ત બન્યા છે. કેઈ આનંદની કીકીયારીઓ કરી મન બહેલાવે છે, તે કેઈ નાના સરવરીયામાં પોતાની પ્રિયતમા ઉપર ચંદન કેશર ગુલાબજળ મિશ્રિત જળની પીચ કારીઓ છાંટી હર્ષઘેલા બની રહ્યાં છે. કેટલાક ફુલના દડાઓની રમતથી ઉલ્લાસમાં આવી રહ્યાં છે.
આ રીતિએ કામદેવથી ઉત્તેજિત બની અનેકવિધ રંગતરંગની ક્રિીડાઓ કરી મનને સંતોષ આપી રહ્યાં છે.
આ ભાતભાતની કીડાઓને પ્રકષ પિતાના કમળદલ જેવા નિમલ નયન યુગલથી અનિમેષ નીહાળી રહ્યો હતે. આ બધું એને નવાઈ ઉપજાવતું હતું. એવામાં એ પણ મસ્ત બની ગયા હતે.
વિમર્શ ભદ્ર પ્રકર્ષ ! આ બધા જ બાહ્યપ્રદેશના પ્રાણીઓ છે. મહામહ વિગેરે મહારાજાઓનું તારી આગળ વર્ણન કર્યું હતું, એને આ સર્વ પ્રભાવ છે.
પ્રકર્ષ–મામા ! આ લેકે અનેક ભાતની ચેષ્ટાઓ કરી રહ્યા છે, તે કયા કારણને લઈને ? અને આ ચેષ્ટામાં કથા રાજાને પ્રતાપ છે?
વિમર્શ-સૌમ્ય! જરા ધીરજ ધર. હું તને વિચારીને જણાવું. વિમશે આસન લગાવી આંખ બંધ કરી. અંતરમાં