________________
૧૭૬
ઉપમિતિ કથા સાદ્વાર એ વેલાઓ કામીજનેના હૃદયને હત-પ્રત્યાહત કરી મૂકતા હતા.
રાજકવિઓ રાજાની બિરૂદાવલીઓની મધુર કંઠે કવિતાઓ ગાય, એમ આમ્રવૃક્ષની મંજરીને આસ્વાદ કરવાથી મધુર કંઠી બનેલી કેયલો વસંત ઋતુરાજના ગાણું ગાઈ રહી હતી.
શ્રમથી શ્રમિત થએલા પાન્થલેકે પરબે જઈ પાણીનું પાન કરે, એમ બ્રમણ કરી શ્રમિત બનેલા ભ્રમરે છાયાદાર વેલડીઓના પુષ્પમાંથી મધુર મધુનું પાન કરી રહ્યા હતા.
ભાતભાતના સુગંધિ પુષ્પ ગુચ્છોની નિર્મળ પરાગથી ઉદ્યાનની ભૂમિ આચ્છાદિત બની ગઈ હતી. તે ભૂમિ કમળ અને સ્વચ્છ રેતીથી વ્યાસ શ્રી કામદેવ મહારાજાની શસ્ત્ર શિક્ષાયતન ભૂમિ સમી જણાતી હતી.
વિમર્શ મામા નગરની બહારના ભાગમાં ઉભા હતાં અને વસંત ઋતુને ઉત્સવ નિહાળી ખૂશી થતાં ભાણું પ્રતિ બોલ્યા.
ભાણ ! તને સુઅવસરે ભવચક નગર જોવાની જિજ્ઞાસા થઈ. કારણ કે વસંત ઋતુમાં ભવચક નગરનું સૌંદર્ય સોળે કળાએ પૂર બહાર ખીલી ઉઠેલું હોય છે. એની રમણીયતાને સાચે ખ્યાલ આ ઋતુમાં જ આવી શકે છે.
ભદ્ર! ઉદ્યાનની અંદર ચારે બાજુ વનરાજીની શોભા ઉછાળા મારી રહી છે. પૃથ્વી રૂપી સ્ત્રીને હસતા કપિલ જે ઉદ્યાનને વિસ્તાર કેન મનને આનંદ નથી આપતે?
આ મનહર હરીયાળા ઉદ્યાનના આકર્ષણથી અનેક