________________
પ્રકરણ આઠમું
ભવચક્રના કૌતુકે
વસંતશજ : મામા અને ભાણેજ ભવચક નગરે આવી પહોંચ્યા.
આ નગરની અંદર “માનવાવાસ” નામનું એક અવાંતર નગર હતું. તેની અભૂતતા અપાર હતી. દેખાવે રળીયામણું અને વિસ્મયતાજનક હતું. અવાંતરનગરમાં વળી એક બીજું “લલિત” નામનું અવાંતર નગર હતું.
મામા ભાણેજે જ્યારે “લલિત” નગરમાં પગલા મૂકેલા ત્યારે જનસમૂહને ઉન્મત્ત બનાવનાર ઋતુરાજ શ્રી વસંત પિતાના કુમકુમ પગલા ધરવા માંડ્યા હતા. વસંત વર્ણન:
દક્ષિણ દિશામાંથી મધુર શુદ્ધ અને મંદ મંદ પવન આવતું હતું. તે કામી પુરૂષને પ્રિયતમાની સ્મૃતિ માનસ પટલ ઉપર લાવી ધ્યાનમાં તત્પર બનાવી દેતે હતે.
પ્રિયતમાના ધ્યાનરૂપ ઈન્વણ દ્વારા કામી જનેના અંતઃકરણ રૂપ કુંડમાં મદન અગ્નિ પ્રદીપ્ત થતું હતું.
કુલેથી લચી પડતા ચંપક, અશોક, બકુલ, કુંદ, દમનક વિગેરેના વેલાઓ કામદેવના બાણોની શોભા ધરી રહ્યાં હતાં.