________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
ખરી રીતે તે શ્રી કર્મ પરિણામ રાજા એ સાર્વભૌમ સત્તાધીશ રાજા છે. મહામેહ વિગેરે એમની આજ્ઞા મુજબ ગાદીને સંભાળનારા છે, એટલે મોટા આસને બેઠા છે. આમ છતાં બંને એકરૂપ પણ છે, ભેદ હેતે નથી.
પ્રકર્ષ–મામા ! કર્મ પરિણામ અને મહારાજાના રાજ્ય એ વડિલોપાજીત મિલકત છે કે કોઈની આંચકીને બથાવી પાડેલી મિલકત છે?
વિમર્શ–વત્સ! એ મિલકત વડિલોપાજીત નથી, પૂર્વ પરંપરાથી વારસામાં આવેલી નથી. રાજ્યાદિ બધું જ પરાયું છે. આ લેકેએ બલાત્કારે પડાવી પાડેલી મિલ્કત છે.
કારણ કે ચિત્તવૃત્તિ અટવીને મૂળ હક્કદાર સંસારીજીવ છે. શ્રી કર્મ પરિણામ અને મહામહે મળીને સંસારીજીવ ઉપર બલાત્કાર કરી એને ત્યાંથી કાઢી પિતાની તાકાતથી પિતે સ્વામી બની બેઠા.
પ્રકર્ષ–મામા! સંસારીજીવનું રાજ્ય ચૂંટવી લીધાને કેટલા વર્ષો વહી ગયા છે ?
વિમર્શમને એ ખ્યાલમાં નથી.
પ્રકર્ષ–મામા ! મને જે જે શંકાઓ હતી તેનું સમાધાન થઈ ગયું છે. અરે આપ જેવા વિચક્ષણ મામા સાથે હોય અને શંકાના સમાધાન ન થાય એ કેમ બને?
આ રીતે વાત કરતાં મામા ભાણેજ વાટ પસાર કરતાં હતા અને થાક જણાતું ન હતું એમ કરતાં એક દિવસે મંજલ પૂરી કરી શુભ ઘડીએ ભવચક્ર નગરની હદમાં આવી ગયા.