________________
૧૭૨
ઉપમિતિ કથા સદ્ધાર કાપવા લાગ્યા. રસ્તામાં ચાલવાને શ્રમ ન જણાય એ ખાતર પ્રકર્ષે મામા વિમર્શને પ્રશ્નો પૂછવા ચાલુ કર્યા.
પ્રકર્ષ-મામા ! આ વિશ્વમાં કર્મ પરિણામ રાજા સાર્વ ભૌમ સત્તાધીશ ગણાય છે, તે એની આજ્ઞા મહામહ મહિપતિ અદા કરે છે કે નથી કરતા ?
વિમર્શત્રુભાઈ! કર્મ પરિણામ રાજા એ મોટા ભાઈ છે અને મહામેહ એના નાના ભાઈ છે. બંનેમાં વધુ અંતર પડતું નથી. મહામહ વિગેરે રાજાઓ ગણાય છે, છતાં કર્મ પરિણામ રાજાના સૈનિકમાં પણ ગણી શકાય.
મોટે ભાઈ કર્મ પરિણામ પ્રાણીઓના ઘણીવાર મનગમતા કામ પણ કરી આપે છે, તેવી રીતે ઘણીવાર અણગમતા કામ પણ કરી આપે છે. એને કેઈ એક નિશ્ચિત નિયમ નથી. પ્રાણીઓની ગ્યતાના આધારે સારું નઠારું કરવાને એને સ્વભાવ છે.
પરન્તુ નાને ભાઈ મહામહ માત્ર સદા સૌને કનડગત કરવાનું જ શિખ્યો છે. કમળતા જેવું તત્વ એના એક અંશમાં નથી. પીડા આપવી, ત્રાસ વર્તાવ, દુઃખ દેવા અને કઠોર કહેવું એજ એના પ્રિય કર્તવ્યો છે.
વળી મહામહ મહાપરાક્રમી છે, તેથી બીજા રાજાઓ મોટે ભાગે આની પડખે રહેતા હોય છે અને સેવા બજાવતાં હોય છે. મેટા ભાઈ નાટક જેવાના વધુ શેખીન ખીલેલા વ્યક્તિ છે.