________________
૧૩૦
ઉપમિતિ કથા સદ્ધાર
શિશિર વર્ણન:
મામા! કામદેવ પિતાના પાંચ બાણોથી કમનીય કામનીએના કેમળ હદયને પીંખી નાખે, તેમ ગગનમાંથી આવતી ઝાંકળના ફેરાએથી મિશ્રિત બનેલો શિશિરને અતિશીત વાયુ પ્રવાસીઓના હદયને પીંખી રહ્યો છે.
સાધન અને સંપત્તિ હીણા અન્ય દરિદ્રીએ શીતની કારમી પીડાથી આ ઋતુમાં ઘણા દુઃખો અનુભવે છે. શરીર કાંપતુ હોય છે અને ચામડી શુષ્ક બની જાય છે. પગની પાનીઓ અને બાળકના ગાલ ફાટી જાય અને લેહીના કણ ઉભરાવા લાગે છે.
વધુ કાતિલ ઠંડીથી ગરીબોના હઠ પવનથી કાંપતા પીપળના પાનની જેમ થરથર ધ્રુજતા હોય છે. અને એમની દંતવાણુ સહજ રીતે સંગીત કરતી થાય છે. અર્થાત્ ધ્રુજારીના કારણે દાંતે ટકરાય અને કટકટ અવાજ થયા કરતાં હોય છે.
અગ્નિ એ પ્રીતિકર વસ્તુ નથી છતાં કાતિલ ઠંડીના કારણે જનસમુહ માટે પ્રીતિકર અને આદરણીય વસ્તુ બની ગએલ છે. અસહ્ય ઠંડીએ કાંપતા લેકોને માટે તે મનગમતે પદાર્થ બની ગયો છે. સાધારણ રીતે અનિષ્ટકારી વસ્તુ હોય છતાં અવસરે ઉપકાર કરી બતાવે તે એ પણ ઈષ્ટ બની જાય છે.
શિશિર ઋતુને આખરને સમય આવી પહોંચે, વૃક્ષની રમણીયાને પરિચય આપનારા હરિત પણે ખરી પડ્યા છે એથી એના આશ્રયતળે આવનારાઓએ આવવું તજી દીધું છે,