________________
મહાહનું સામંતચક
૧૬૯ શક્તિ છે. આ લેકે ધારે તેવા અને ધારે તેટલા રૂપે કરી શકે છે.
અંતરંગ લેકની શક્તિ ભારે આશ્ચર્યજનક હોય છે. બુદ્ધિમાં ન ઉતરે તેવું અલૌકિક કળાકૌશલ એ ધરાવે છે. એટલે અંતરંગ લેકે ક્યાં ન હોય, એ કહી શકાય તેમ નથી. સર્વત્ર એકસાથે વેગ શક્તિ દ્વારા પ્રગટ થઈ શકે છે.
પ્રકર્ષ-મામા ! શત્રુઓના ગૌરવનું ભંગ કરનારા મહાત્મા પુરૂષ જ્યાં વસતા હોય અને મહામહાદિ વસતા હોય, સંતેષને પણ ત્યાં વાસ હોય એવું ભવચક નગર જેવા લાયક અને આશ્ચર્યકારક ગણાય ને ? વિમર્શ–અવશ્ય જોવા લાયક ગણાય. પ્રકર્ષ–તે મામા ! મને એ નગર દેખાડે.
વિમર્શ–ભાણ ! આપણે રસનાની મૂળ શોધ કરવા નિકળેલા હતા અને એ આપણું ઈષ્ટ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હવે આપણે આપણું નગરે જઈએ એ સારું ગણાશે.
પ્રકર્ષ–મામા ! આમ તે હેય? આપે તે ભવચક નગરનું વર્ણન કહી મારા હૈયામાં જોવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી અને હવે આવું બેલે તે કેમ ચાલે ? મને ઘેર લઈ જવાની વાત કરે એ ઠીક નહિ. ભવચકપુર દેખાડે, આપને ઉપકાર માનીશ.
વળી પિતાજી પાસેથી એક વર્ષની સમય મર્યાદા લઈ આપણે બહાર નિકળ્યા છીએ અને એ મુદતમાં હજુ તે શરદ અને હેમંત એમ બે ઋતુઓ જ પૂર્ણ થઈ છે. હાલ તે શિશિર ઋતુના મંગલ એંધાણ થયા છે.