________________
મહામેહનું સામંતચક
ચારે રાજવીએ કેઈ જાતની કનડગત ન કરી શકતા હેય? એમનું જેર પણ ત્યાં વામણું બની જતું હોય?
આ વાત સાંભળી મામાના અંતરમાં આનંદને ધંધ વહેવા લાગ્યા. મંજુલ વાણુએ વદ્યા.
પ્રિય પ્રકર્ષ! આ ચારે રાજવીઓને પરાભવ પમાડનારાઓ પણ આ વિશ્વમાં જરૂર વિદ્યમાન છે. પરંતુ એવા આત્માઓ તેજસ્વી અને મહામૂલ્યવાન રત્નની જેમ અલ્પસંખ્યક હોય છે.
સિદ્ધાન્તના અગાધ અધ્યયન દ્વારા પિતાના અંતઃકરણને નિર્મળ સ્ફટિક સમું સ્વચ્છ બનાવી દીધું હોય, પ્રમાદને સહેજ ફરકવા દેતા ન હય, અનિત્યાદિ ભાવનાઓ દ્વારા જગતના સ્વરૂપને વિચાર કરવામાં કુશળતા લાધેલી હાય, વિશ્વની કેઈ કામી કામના કેમે કરી એમને કુમાર્ગની કેડીએ ન લઈ જઈ શકતી હોય, એવા વીર આત્માઓના કલ્યાણને આ મહામહાદિ ચારે રાજવી અકલ્યાણમાં રૂપાંતર કરવા કેમ સમર્થ બની શકે? એક રેમમાં વિકૃતિ દાખલ નથી કરી શકતા.
નિર્મળ જીવન જીવનારા યશસ્વી મહાપુરૂષને વેદનીય આદિ ચાર રાજવીઓ સાનુકૂળતા જ કરી આપતા હોય છે. પ્રતિકૂળતા કદી એમનાથી ન બતાવી શકાય. મહામહાદિ ચાર જેવા આ ઉદંડ વ્યક્તિઓ નથી.
પ્રકશ–મામા ! આપે જેમની યશગાથા ગાઈ અને જેઓએ મહાદિ ચાર શત્રુઓને પરાસ્ત કર્યા છે એવા નિર્મળ મહાપુરૂષો કયાં વસે છે.