________________
મહામહનું સામંતચક
૧૩
મહામે હાદિ રાજાઓ પણ શ્રી કર્મ પરિણામ રાજાની આગળ સદા નૃત્ય કરતા હોય છે. શ્રી કર્મપરિણામ અને એના પત્ની શ્રી કાળપરિણતિ સભામાં ઉચ્ચ સિંહાસને બેસી નૃત્ય નિહાળતાં રહે છે.
વળી મહામહ અને બીજા જે અંતરંગ રાજા છે, તે બધાને સ્વામી શ્રી કર્મપરિણામ રાજા છે. મહામહ તે કર્મ પરિણામે આપેલા એક વિભાગને સ્વામી છે અને આજ્ઞાને અમલ કરતે એક સેવક છે.
નિવૃત્તિ નગર વિનાના સર્વ નગરને ભેગવટે શ્રી કર્મ પરિણામ કરે છે. બીજા નગરો કર્મ પરિણામે જેને પટ્ટામાં ભેગવટામાં આપે તેજ ભેગવી શકે. એના ઉપર માત્ર પિતાને અધિકાર સ્થાપી શકે છે.
પિતાના અધિકાર ક્ષેત્રમાં મહામોહ જે કાંઈ પ્રાપ્ત કરે તે બધી વસ્તુઓ પિતાના વડિલ બધુ કર્મ પરિણામના ચરણોમાં સમર્પણ કરી દે છે. કર્મ પરિણામ એ સર્વ વસ્તુઓને પિતાની ઈચ્છા મુજબ સારા નરસા સ્થાને ઉપયોગમાં લગાવી દે છે.
મહામહ આ રીતે ઘણીજ વફાદારી પૂર્વક ઉમળકાભેર આજ્ઞાને અમલ કરતે હતે. એ કાર્યવાહીથી પ્રસન્ન બની શ્રી કર્મ પરિણામે રાજસચિત્ત અને તામસચિત્ત એ બે નગર જાગીરીમાં ભેટ આપ્યા.
એટલા માટે જ એ બે જાગીરીના શહેરમાં અને ચિત્તવૃત્તિ અટવીમાં મહામહનું વફાદાર સૈન્ય યુદ્ધની ઝંખના કરતું સદા વસે છે.