________________
નરસુંદરી
૩૭.
નરસુંદરીએ પૂજ્ય તાતપાદના ચરણકમળમાં નમસ્કાર કર્યા. એના નમસ્કારમાં પણ અપૂર્વ કામણ મને દેખાતું હતું. | શ્રી નરકેશરી રાજાએ કહ્યું, વસે! અહીં બેસ. તું નિર્ભયતાથી જે પ્રશ્નો પૂછવા હોય તે શ્રી વિપુદારણ રાજકુમારને પૂછી શકે છે. એ તને ઘણું સુંદર સંતોષકારક સમાધાન આપશે અને તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરશે.
નમ્રતા અને સરલતાની મૂર્તિ નરસુંદરીએ જણાવ્યું. તાતપાદ! આપ સૌ વડિલેની સમક્ષ પ્રશ્નો કરવા એ મારે માટે ઉચિત ન ગણાય. એટલે સ્વયં આર્યપુત્ર દરેક કળાએના નામ જણાવે અને એનું ટુંક વિવેચન કરે. મને એમાં કેઈ વિભાગ ઉપર પૂછવા જેવું જણાશે ત્યાં પૂછીશ અને એ પ્રશ્નનું સમાધાન રાજકુમારશ્રી આપે.
આવા ઉમદા ઉત્તરથી સૌ વડિલે ખૂબ ખુશ થયા. સભા નરસુંદરીના વિનય અને ઔચિત્ય ઉપર આનંદિત બની.
મારા પિતાજીએ મારા ભણું જોયું અને બેલ્યા. રિપુદારણ! રાજકુમારીની વાત ઘણું આવકાર આપવા જેવી છે. તે દરેક કળાઓના નામ જણાવવા સાથે એના ઉપર ટુંકુ અને પ્રમાણસરનું વિવેચન કરતે જા, જેથી રાજ કુમારીની અન્તરઆશા પૂર્ણતાને પામે. અમને સૌને પ્રસન્નતા થાય. કુળની યશ-પ્રભા વધુ નિર્મળ અને દિગંત વ્યાપી બને. તારી જયપતાકા લહેરાવા લાગે. તારા ગુણની ગાથા ગવાય. તારામાં કેવું ઉચ્ચ કેટીનું જ્ઞાન છે એ પણ જગત સ્વયં જોઈ લે.