________________
નરસુંદરી
આર્યપુત્ર! પૂજ્ય પિતાજીએ આપને સભામાં કળાઓના વિવેચન માટે જણાવેલું એ વખતે આપના શરીરમાં અચાનક અસ્વસ્થતા કેમ થઈ ગઈ ? આપ કેમ કાંઈ બોલ્યા નહિ? આપ એકદમ મૂચ્છિત થઈ કેમ ઢળી પડ્યા?
મૃષાવાદ આવા સોનેરી સમયની રાહ જોઈ રહ્યો હતે. ગશક્તિ દ્વારા એણે મારા મુખમાં પ્રવેશ કર્યો. મને એ ખ્યાલ પણ ન આવ્યો. મૃષાવાદની પ્રેરણાથી મેં કહ્યું, પ્રિયે! તને એ વખતે શું જણાયું? તે શું અનુમાન કર્યું?
નરસુંદરી – આર્યપુત્ર! એ વેળા મારા મનમાં થયું કે શું સાચેજ કુમારશ્રી અસ્વસ્થ બન્યા કે પછી કળાઓના અભ્યાસના અભાવે આ દશા થઈ. હું કાંઈ નિર્ણયાત્મક નિશ્ચય કરી ના શકી.
રિપુદારણુ-વહાલી ! તારે એવી મૃષા કલ્પના કરવાની જરૂર નથી. હું દરેક કળાઓમાં પ્રભુત્વ પ્રાપ્ત કરી ચૂક્યો છું. એ વખતે શરીર પણ અસ્વસ્થ બન્યું ન હતું. માત-પિતાએ મિથ્યા મેહથી વિના કારણે ધાંધલ મચાવ્યું. રજમાંથી ગજ કરી નાખ્યું. એ જોઈ હું ધીરજ ધરી મનપણે બેસી રહ્યો. 1 કપટના મિશ્રણવાળે મારે ઉત્તર સાંભળી શાણ કુમારી કળી ગઈ કે આ આર્યપુત્ર મિથ્યા અભિમાની છે, અસત્યવાદી અને કપટ પરાયણ છે, હદયના ધીઠા જણાય છે.
પ્રિયતમાએ ફરી પૂછયું, આર્યપુત્ર! આપ મને કળાઓના નામ ગણાવી એ ઉપર વિવેચન સંભળાવી મારા હૃદયને