________________
૧૩૭
ભૌતાચાર્ય અને વેલ્લહક કથા પ્રદ અને આત્માથી ભિન્ન છે, છતાં નિત્ય, પવિત્ર, સુખપ્રદ અને આત્મીય માનવારૂપ વિચારધારાને “અવિદ્યા” સાથે જવી.
૭. આ સર્વ પદાર્થોને પ્રવર્તનહાર મહામહ છે. મહામેહ આ બધી વસ્તુઓ ઉત્પન્ન કરે છે અને આ બધી વસ્તુઓમાંથી મહામોહ ઉત્પન્ન થાય છે. એક-બીજા એકબીજાના ઉત્પાદક, પિષક અને સમર્થક છે.
અલી સુંદરી ! પ્રમત્તતા નદી વિગેરે પદાર્થો જુદા જુદા ભાવાર્થોને સમજાવનારા છે. એ વાત તારે લક્ષમાં રાખી લેવી ઘટે.
અગ્રહીતસંકેતાએ જણાવ્યું, હે બહેન ! કથાનકને ભાવાર્થ તે બરાબર સમજાવ્યું. તારા સમજાવવાથી ખ્યાલમાં આવી ગયા છે. તારું નામ “પ્રજ્ઞાવિશાલા” સાચું અને સાર્થક છે. તને વાર્તા અને ભાવાર્થ સમજાવવામાં ઘણે પરિશ્રમ પડ્યો માટે તું આરામ લે. સંસારીજીવને આરામ મળવાથી થાક ઉતરી ગયું છે માટે હવેની વાત એને જ કહેવા દે.
સંસારીજીવ આગળ વાર્તા ચાલુ કરે છે.